<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

છ માલવાહક રિક્ષા ચોરીને વેંચે એ પહેલા ક્રાઇમ બ્રાંચે મેહુલ, જગમાલને પકડયાઃ જામનગરના રાહુલની શોધ

રાજકોટ, અમદાવાદ, ટંકારામાંથી રિક્ષાઓ, ધ્રોલથી બાઇક ચોર્યુ હતું: એએસઆઇ વિજયરાજસિંહ જાડેજા તથા હેડકોન્‍સ. જયદેવસિંહ પરમાર, પ્રદિપસિંહ જાડેજા, જયરાજસિંહ કોટીલા, તથા કોન્‍સ સંજયભાઇ ખાખરીયાની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ તા. ૯: શહેર ક્રાઇમ બ્રાંચે રાજકોટ, અમદાવાદ, ટંકારામાંથી છ માલવાહક રિક્ષાની ચોરી તથા ધ્રોલમાંથી એક બાઇકની ચોરીનો ભેદ ઉકેલી રાજકોટ, મુળ અમદાવાદના હાલ જામનગર રહેતાં  એક શખ્‍સને પકડી લીધા છે. જ્‍યારે જામનગરના એક શખ્‍સનું નામ ખુલ્‍યું છે.  બે શખ્‍સોએ છ રિક્ષાઓ ચોરી ત્રીજા સાથે મળી વેંચવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ગ્રાહક શોધે એ પહેલા ક્રાઇમ બ્રાંચે દબોચી લીધા હતાં.

શહેર વિસ્‍તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અનડીટેકટ ગુન્‍હાઓ શોધી કાઢવા સુચના મળી હોઇ ક્રાઇમ બ્રાન્‍ચની ટીમ શહેર વિસ્‍તારમાં પેટ્રોલીંગમા હતી ત્‍યારે એએસઆઇ વિજયરાજસિંહ જાડેજા તથા હેડકોન્‍સ. જયદેવસિંહ પરમાર, પ્રદિપસિંહ જાડેજા, જયરાજસિંહ કોટીલા, તથા કોન્‍સ સંજયભાઇ ખાખરીયાને મળેલ બાતમી આધારે કરણાભાઇ માલધારી ગાર્ડન હોટલ પાસે આવેલ પરોઠા હાઉસવાળી શેરી પંડીત જવાહરલાલ નહેરૂ શાળા નં ૬૭ પાસેથી બે શખ્‍સને પકડી લેતાં માલવાહક રીક્ષાની ચોરીઓના ભેદ ખુલ્‍યા છે.

પોલીસે મેહુલ નરશીભાઇ સોલંકી (ધંધો મુર્તી બનાવવાનું કામ, રહે. હાલ અમદાવાદ ગુલબાઇ ટેકરો મારવાડી ઝુંપડાપટ્ટીમાં મુળ જામનગર સાધના કોલોની મારવાડી વાસ) તથા જગમાલ કમાભાઇ ગંગારામભાઇ પરમાર (ધંધો ભંગાર વીણવાનો રહે. માલાધારી ગાર્ડન પાસે, બાપા સીતારામની મઢુલીની બાજુમાં માધાભાઇ દેવીપુજકના મકાનમાં ભાડેથી રાજકોટ)ને પકડી પૂછપરછ કરતા ત્રીજા શખસ રાહુલ મનસુખભાઇ ઉર્ફે ભનુભાઇ વાધેલા (રહે. જામનગર)નું નામ ખુલ્‍યું હતું.

આ ત્રણેયએ મળી રાજકોટ, અમદાવાદ, ટંકારામાંથી  એક ઘેરા બ્‍લ્‍યુ કલરની અતુલ શક્‍તિ માલવાહક રીક્ષા રૂપીયા ૧,૦૦,૦૦૦ની,  એક દુધીયા કલરની જુના જેવી અતુલ શક્‍તિ માલવાહક ઓટો રીક્ષા રૂપીયા ૪૦,૦૦૦ની, એક દુધીયા કલરની જુના જેવી અતુલ શક્‍તિ માલવાહક ઓટો રીક્ષા રૂપીયા ૮૦,૦૦૦ની, એક દુધીયા કલરની જુના જેવી અતુલ શક્‍તિ માલવાહક ઓટો રીક્ષા રૂપીયા ૪૦,૦૦૦ની, એક બ્‍લ્‍યુ કલરની જુના જેવી અતુલ શક્‍તિ માલવાહક ઓટો રીક્ષા કિ.રૂપીયા ૭૦,૦૦૦ની અને એક લીલા તથા પોપટી કલરની જુના જેવી અતુલ શક્‍તિ માલવાહક ઓટો રીક્ષા જેના રૂપીયા ૧,૦૦,૦૦૦ની ચોરી કરી હતી. ચોરીમાં ઉપયોગમાં લેતા હતા તે  ચોરેલું ૫૦ હજારનું હોન્‍ડા પણ કબ્‍જે કર્યું છે આ કામગીરી  એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ.એલ.ડામોર તથા પીઆઇ સી.એચ.જાદવ તથા પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર એમ. કે. મોવલીયા તથા વી. ડી. ડોડીયા તથા એ. એન. પરમાર તથા એએસઆઇ વિજયરાજસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ જયદેવસિંહ પરમાર, રાજેશભાઇ જળુ, પ્રદિપસિંહ જાડેજા, સંજયભાઇ રૂપાપરા, સુભાષભાઇ ધોધારી, જયરાજસિંહ કોટીલા, ક્રુષ્‍ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, પ્રતિકસિંહ રાઠોડ, પો.કોન્‍સ સંજયભાઇ ખાખરીયા તુલસીભાઇ ચુડાસમા તેમજ માલવીયાનગરના કોન્‍સ ચીત્રકેતુસિંહ ઝાલા, મનીષભાઇ સોઢીયા, જયદિપસિંહ ભટ્ટીની ટીમે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીબી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત કરી હતી.  ઝડપાયેલા બંનેની વધુ પુછપરછ થઇ રહી છે.

(3:18 PM IST)