તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th July 2025
વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ દ્વારા રેલ કર્મચારીઓ માટે આઠમું પગાર પંચ-ઓલ્ડ પેન્શન સ્કીમ સહિતના મુદ્દે ધરણા પ્રદર્શન
જનરલ સેક્રેટરી આર જી કાબર તથા પ્રેસિડેન્ટ હિરેન મહેતાની આગેવાની હેઠળ સમગ્ર વેસ્ટન રેલ્વેમાં ધરણા પ્રદર્શન

રાજકોટ, તા., ૯: રેલ કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોને લઈને નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવે મેન્સના આહવાન પર રેલ કર્મચારીઓ તથા કેન્દ્ર કર્મચારીઓની વિવિધ જૂની માંગોને લઈને સમગ્ર ભારતીય રેલના સંગઠનો તથા કેન્દ્ર કર્મચારીઓના સંગઠનો દ્વારા સમગ્ર ભારતમાં ધરણા પ્રદર્શન, રેલી વગેરે કરી પડતર પ્રશ્નો માટે વિરોધ પ્રદર્શનો કરવામાં આવેલ.
આ પ્રશ્નોમાં મુખ્યત્વે આઠમા પગાર પંચનું ગઠન, ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરાવવા રેલવેના વિવિધ પદો ઉપર પ્રમોશન કરવામાં લગાવેલી રોક હટાવવા માટે, રેલવેમાં નિજીકરણ-નિગમીકરણ અને આઉટર્સોસિંગ બંધ કરાવવા માટે, ભારતીય રેલવેની નવી સંપત્તિઓ અને કાર્યક્ષેત્રો માટે પોસ્ટ ક્રિએટ કરાવવી, એ માટે રેલ કર્મચારીઓની સ્ટાફ શોર્ટેજ દૂર કરવા માટે, ખાલી સ્થાનો પર ભરતી કરાવવા, રેલ કર્મચારીઓના કાર્યની અને કાર્ય સ્થળની સ્થિતિઓ પર સુધાર લાવવા માટે નક્કર પગલાં લેવા, કેડર રિસ્ટ્રક્ચરિંગ તુરંત લાગુ કરાવવા માટે, રેલવે બોર્ડ સ્તર પર ડીસીજેસીએમ તથા pnm માં લાંબા સમયની વિવિધ માંગો અને પડતર પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરાવવામાં આવે એ માટે કાર્યના કલાકો શ્રમ મંત્રાલય દ્વારા આદેશ મુજબ તથા કોલોન, કાર્યસ્થળ બિલ્ડીંગોની જર્જરીત હાલતમાં સુધાર લાવવા અંગેના પ્રશ્નોને લઈને એનએફઆઈઆર ના જનરલ સેક્રેટરી ડો. એમ રાઘવૈયાના આહવાન પર તથા વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના જનરલ સેક્રેટરી આરજી કાબર અને પ્રેસિડેન્ટ હિરેન મહેતાના માર્ગદર્શન હેઠળ વેસ્ટન રેલવેમાં રાજકોટ, અમદાવાદ, રતલામ, મુંબઈ, ભાવનગર અને વડોદરા ડિવિઝનોમાં રેલ કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેના થકી સરકાર સુધી કર્મચારીઓનો અવાજ પહોંચાડી આ બધા પડતર પ્રશ્નો નું તુરંત નિરાકરણ કરાવવા લડત કરવામાં આવી હતી.
(3:20 PM IST)










