તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th July 2025
રામપાર્કના વેપારીને મરવા મજબૂર કરનારા જાકીર દલને પેરોલ ફરલો સ્ક્વોડે પકડયો
બાપુનગરમાં હત્યાની ઘટનામાં મૃતકના સંબંધીએ ધમકી આપતાં વેપારીએ મોત મેળવી લીધુ હતું

રાજકોટ તા. ૮: શહેરના કોઠારીયા રોડ પર રામપાર્કમાં રહેતા અને જિલ્લા ગાર્ડન પાસે બાપુનગરમાં ઓટો પાર્ટ્સની દુકાન ધરાવનાર વેપારીએ બે માસ પૂર્વે આપઘાત કર્યો હતો. હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીની મદદ કર્યાની શંકા રાખી મળતકના સંબંધીએ ધમકાવતા વેપારીએ આ પગલું ભરી લીધું હતું. વેપારીને આપઘાતની ફરજ પાડવાના ગુનામાં ફરાર જિલ્લા ગાર્ડન ચોક પાસે રહેતા આરોપી જાકીર આમદભાઇ દલ (ઉ.વ.૫૦-રહે. એકતા સોસાયટી જીલ્લા ગાર્ડન પાસે ક્વાર્ટર નં. ૧૨૬)ને પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે પકડી લીધો છે.
જિલ્લા ગાર્ડન ચોક પાસે બાપુનગરના રહેતા ઇસાન મુસ્તુફાભાઈ કસમાણી નામના યુવાનની હત્યા થઈ હતી. જેમાં પોલીસે અફઝલ જુણેજા, સાહિલ પતાણી અને અમાનઉલ્લા ઉર્ફે અમન ઉર્ફે માયા મહેબૂબ ચૌહાણની ધરપકડ કરી હતી. ત્રણે આરોપીઓ પૈકી સાહિલ વેપારી કમલેશભાઈ મુકેશભાઈ સરસીયા (ઉ.વ ૨૫) કે જેમની બાપુનગરમાં મોમાઈ ઓટો પાર્ટ્સ નામની દુકાન આવેલી હોય ત્યાં નોકરી કરતો હતો. જેથી વેપારીએ તેને મદદ કરી કર્યાની શંકા રાખી મળતકના સંબંધીએ વેપારી કમલેશભાઈ સાથે માથાકૂટ કરી હતી અને ધમકી આપી હતી. જેથી ગભરાઈને તેમણે હત્યાના બે દિવસ બાદ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ઝાકીર દલ, સલીમ સહિતના આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો.
પેરોલ ફરલો સ્ક્વોડના પીઆઈ બી. એમ. ઝણકાંટના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે. જી. તેરૈયા, એએસઆઇ અમળતભાઈ મકવાણા, જહીરભાઈ ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. સામંતભાઈ ગઢવી, રાજદિપસિંહ ચૌહાણ, સિરાજભાઈ ચાનીયા, રોહિતભાઈ કછોટ, કોન્સ. કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા અને દોલતસિંહ રાઠોડ સાથે રહ્યા હતાં.
(3:57 PM IST)










