<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

ખોખડદડ પાસે યુપીના રાજેશ પાસે પૈસા માંગી નેણ ઉપર છરી ઝીંકાઇ

ચાલીને જતો હતો ત્‍યારે અજાણ્‍યા શખ્‍સે હુમલો કર્યાનું કથન

રાજકોટ તા. ૮: શહેરના જંગલેશ્વર વિસ્‍તારમાં ખોડિયાર મંદિર પાસે રહેતો પરપ્રાંતિય યુવાન રાજેશ રામુસિંગ ચોૈહાણ (ઉ.વ.૨૪) સવારે ખોખડદળ નદી કાંઠે શ્રીહરિ ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં ચાલીને જતો હતો ત્‍યારે અજાણ્‍યા શખ્‍સે ઝઘડો કરી ડાબી આંખની ઉપર છરીનો ઘા ઝીંકી દેતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

રાજેશકુમારના કહેવા મુજબ તે કારખાનામાં મજૂરી કરે છે અને મુળ ઉત્તરપ્રદેશનો વતની છે. પોતે ચાલીને જતો હતો ત્‍યારે અજાણ્‍યા શખ્‍સે આંતરી પૈસા માંગતા ન આપતાં હુમલો કરાયો હોવાનું તેણે કહ્યું હતું. થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

(3:41 PM IST)