તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 9th July 2025
ઢેબર રોડ વન-વેમાં બેંક હડતાલ વખતે હાર્ટએટેકઃ પ્યુન આનંદભાઇનું મૃત્યુ
ગાંધીગ્રામઇન્દિરા સર્કલની બ્રાંચમાં ફરજ બજાવતાં હતાં: કર્મચારીઓ ઢેબર રોડ ખાતે એકઠા થયા હોઇ ત્યાં ગયા હતાં

રાજકોટ તા. ૮: હૃદય રોગના હુમલાની વધુ એક ઘટનામાં એક યુવાનનું મૃત્યુ થયું છે. ગાંધીગ્રામમાં રહેતો યુવાન ઇન્દિરા સર્કલ પાસે બેંકમાં પ્યુન હોઇ આજે હડતાલની રજા હોઇ બીજા કર્મચારીઓ ઢેબર રોડ વનવેમાં કેનેરા બેંક ખાતે એકઠા થયા હોઇ પોતે પણ ત્યાં આટો મારવા ગયેલ ત્યારે બેંકમાં બેઠા બેઠા ઢળી પડતાં મોત થયું હતું.
જાણવા મળ્યા મુજબ ગાંધીગ્રામ અક્ષરનગર-૩માં રહેતાં આનંદભાઇ મુકેશભાઇ મુલીયાણા (ઉ.વ.૩૭) નામના યુવાન સવારે સાડા અગીયારેક વાગ્યે ઢેબર રોડ વનવેમાં કેનેરા બેંક ખાતે હતાં ત્યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. મૃત્યુ પામનાર આનંદભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. તે કેનેરા બેંકની ઇન્દીરા સર્કલની બ્રાંચમાં પ્યુન તરીકે નોકરી કરતાં હતાં. આજે બેંક હડતાલ હોઇ રજા હતી. જેથી તે ઢેબર રોડ વનવેની બ્રાંચ ખાતે થયેલ ત્યારે આ બનાવ બન્યો હતો. એ-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.
(3:57 PM IST)










