તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th July 2025
જંગલેશ્વરમાં ભોં ટાંકામાં પડી જવાને લીધે ૬૮ વર્ષના વેરશીભાઇનું મોત
પાણીની ડોલ ભરતી વખતે બનાવઃ ભોજવીયા પરિવારમાં શોક

રાજકોટ તા. ૮: શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ભોં ટાંકામાં પડી જવાથી એક વૃધ્ધનું મોત થયું છે. પોતે પાણીની ડોલ ધરી રહ્યા હતાં ત્યારે અંદર પડી જતાં ડૂબી જવાથી આ ઘટના બની હતી.
જાણવા મળ્યા મુજબ જંગલેશ્વર શેરી નં. ૨૫માં રહેતાં વેરશીભાઇ ભનુભાઇ ભોજવીયા (ઉ.વ.૬૮) સવારે ઘરના ફળીયામાં આવેલા ભોં ટાંકામાંથી પાણીની ડોલ ભરી રહ્યા હતાં ત્યારે બેલેન્સ ગુમાવતાં ટાંકામાં પડી ગયા હતાં. પરિવારજનોને જાણ થતાં બેભાન હાલતમાં બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમને તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
મૃત્યુ પામનાર વેરશીભાઇ ચાર ભાઇ અને બે બહેનમાં મોટા હતાં અને નિવૃત જીવન જીવતાં હતાં. તેમને સંતાનમાં એક દિકરી અને ચાર દિકરા છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેન્દ્રભાઇ સહિતે જાણ કરતાં ભક્તિનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
(3:43 PM IST)










