<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

ગંભીરા નદીનો પુલ તૂટયા બાદ રાજકોટ કલેકટરે તાકિદના આદેશો બહાર પાડયાઃ જીલ્લાના તમામ પુલના રીપોર્ટ આપો

સાંજ સુધીમાં વિગતો આપવા તાકિદઃ ખાસ બેઠક બોલાવાઇઃ તમામ પુલની સ્‍થિતિની સાંજે સમીક્ષા

રાજકોટ, તા. ૯: મધ્‍ય ગુજરાતથી સૌરાષ્‍ટ્રને જોડતા મહીસાગર નદી પરનો બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડતાં ભારે હાહાકાર મચી ગયો છે. આ દુર્ઘટનામાં ૧૦ જેટલા લોકોના મોત થયા હોવાના પ્રાથમિક અહેવાલો સામે આવતા તંત્ર હરકતમાં છે.

આ ઘટનાના પગલે રાજકોટ જિલ્લા કલેક્‍ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા જિલ્લાના તમામ નાના-મોટા બ્રિજના રિપોર્ટ આજ સાંજ સુધીમાં તૈયાર કરી રજૂ કરવાના આદેશો આપવામાં આવ્‍યા છે. કલેક્‍ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા તાત્‍કાલિક બેઠક પણ બોલાવવામાં આવી છે. બપોર બાદ જિલ્લાના તમામ ઈજનેરો, માર્ગ અને મકાન વિભાગ અને હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ બેઠકમાં જિલ્લાના વિવિધ નાના-મોટા બ્રિજોની વર્તમાન સ્‍થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.

(3:44 PM IST)