<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

રાજકોટમાં સદ્દગુરૂ આશ્રમ સહીતના ધર્મસ્થાનો પર ગુરૂ પૂર્ણિમાની ભાવસભર ઉજવણી

રાજકોટમાં ઠેર ઠેર ગુરુ પૂજન, પાદૂકા પૂજન, ભજન, સત્‍સંગના કાર્યક્રમો : શાળા કોલેજોમાં પણ ઉજવાયુ ગુરૂ પર્વ

રાજકોટ : સમર્થ ગુરુજનોને વંદન કરવાનો આજે મહામુલો અવસર એટલે ગુરૂપૂર્ણીમાં! આજે આવો પાવનકારી દિવસ હોય શહેરભરમાં ગુરૂપૂજન, ગુરૂવંદના અને ભક્‍તિ સત્‍સંગના કાર્યક્રમોનું આયોજન થયુ છે. ગુરૂભક્‍તિમાં શિષ્‍યો ઓળઘોળ બન્‍યા છે. શહેરમાં આવેલ સદ્દગુરૂ શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમ, શ્રી રામકૃષ્‍ણ આશ્રમ, ગાયત્રી મંદિર, સંકીર્તન મંદિર, ગીતા વિદ્યાલય સહીત ઠેરઠેર આજે ગુરૂ પૂજનના કાર્યક્રમો થયા હતા. મહાપ્રસાદ તેમજ ભજન, સત્‍સંગના કાર્યક્રમો પણ આયોજીત થયા છે. ભાવિકોએ ભાવસભર ગુરૂ વંદના કરી હતી. શાળા કોલેજોમાં પણ ગુરૂ પર્વની ઉજવણી કરાઇ હતી. તસ્‍વીરમાં શ્રી રણછોડદાસજી બાપુના આશ્રમ ખાતે વહેલી સવારથી જ ગુરૂદેવના પૂજન અર્ચન અને દર્શન માટે ઉમટી પડેલ ભાવિક ભકતોનો પ્રવાહ નજરે પડે છે. સદ્દગુરૂ આશ્રમે ભાવિકોને રક્ષાદોરીનું પણ વિતરણ કરાયુ હતુ. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(11:32 AM IST)