<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

જિલ્લા પંચાયતની કારોબારીમાં દરખાસ્‍તોની સદીઃ રૂા. ૭૭ કરોડના વિકાસ કામો મંજુર

રાજકોટ જિલ્લા પંચાયતમાં આજે કારોબારી અધ્‍યક્ષ પી.જી. કયાડાની અધ્‍યક્ષતામાં મળેલ કારોબારી સમિતિની બેઠકમાં અનંદુ સુરેશ ગોવિંદ, ભૂપત બોદર, ઇલાબેન ગોહિલ, જય ગોસ્‍વામી, પ્રિયાંક ગલચર વગેરે ઉપસ્‍થિત રહેલ તે પ્રસંગની તસ્‍વીર.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૦: જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક આજે કારોબારી ચેરમેનશ્રી પી.જી. કયાડાના અધ્‍યક્ષ સ્‍થાને મળતા તેમાં ૭૭ કરોડના કામો મંજુર થયેલ છે. પૂર્વ નિર્ધારિત ૮ર અને અધ્‍યક્ષ સ્‍થાનેથી ૧૮ સહિત ૧૦૦ દરખાસ્‍તમાં ૭૭ કરોડના કામોમાં મંજુરી અપાયેલ છે.

બાંધકામના કુલ ૩ર કામોના ટેન્‍ડર કુલ ર૬,૯૭,૦પ,૭રપ (છવ્‍વીસ કરોડ સતાણુ લાખ પાંચ હજાર સાતસો પચ્‍ચીસ રૂપિયા પુરા) મંજુર કરવામાં આવ્‍યા છે. સિંચાઇના કુલ ૩૯ કામોના ટેન્‍ડર કુલ રૂા. ૩પ,૮પ,રપ,૭૯૦ (પાત્રીસ કરોડ પચ્‍યાસી લાખ પચ્‍ચીસ હજાર સાતસો નેવુ રૂપિયા પુરા) તથા કુલ ૬ કામોની વહીવટી મંજુરી કુલ રૂા. ૮,૦પ,૩૦,૦૦૦ (આઠ કરોડ પાંચ લાખ ત્રીસ હજાર રૂપિયા પુરા) આમ સિંચાઇના કુલ ૪પ કામો કુલ ૪૩,૯૦,રપ,૭૯૦ (તેતાલીસ કરોડ નેવુ લાખ પંચાવન હજાર સાતસો નેવુ રૂપિયા પ ુરા) મંજુર કરવામાં આવ્‍યા.

આમ કુલ ૭૮ કામો કુલ રૂા. ૭૦,૮૯,રર,૧૦૬ (સીતેર કરોડ નેવ્‍યાસી લાખ બાવીસ હજાર એકસો છ રૂપિયા પુરા) ના સિંચાઇ અને બાંધકામ કામોના ટેન્‍ડર તેમજ વહીવટી મંજુરી તથા શિક્ષણ શાખાને વળતર ચુકવવા મંજુરી આપવામાં આવેલ છે.

ઉપરોકત અધ્‍યક્ષ સ્‍થાનેથી ૧૮ દરખાસ્‍તો મળી કુલ ૭૭ કરોડ જેટલા કામો થયા છે.

તેમજ આજની બેઠકમાં અધ્‍યક્ષશ્રી પી.જી. કયાડા, સચિવશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, જય ગોસ્‍વામી, પ્રિયાંક ગલચર, પૂર્વ પંચાયત પ્રમુખ ભૂપત બોદર વગેરે ઉપસ્‍થિત રહયા હતા.

(3:36 PM IST)