<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

રાજકોટ ડેરીનું ટર્નઓવર ૧૧૪ર કરોડઃ ભાવ ફેરની રકમ દૂધ ઉત્‍પાદકોના ખાતામાં

પશુપાલકોને જયેશ રાદડિયા અને ગોરધન ધામેલિયાનું પ્રોત્‍સાહન

રાજકોટ, તા. ૧૦ : રાજકોટ ડિસ્‍ટ્રી. કો-ઓપ. બેંકના ચેરમેનશ્રી, ઈફકોના ડિરેકટર અને યુવા ધારાસભ્‍ય જયેશભાઈ રાદડીયાના માર્ગદર્શન અને હાજરીમાં રાજકોટ દૂધ સંઘનાં અધ્‍યક્ષશ્રી ગોરધનભાઈ ધામેલીયા, ઈ.મેનેજીંગ ડિરેકટર અને નિયામક મંડળના સભ્‍યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્‍પાદકોના આર્થિક અને સામાજિક હિતોને ધ્‍યાનમાં રાખીને વર્ષ ૨૦૨૪-૨૫ નાં નફામાંથી રાજકોટ ડેરીના ઈતિહાસમાં સૌથી ઉચો પ્રતિ કીલો ફેટે રૂા.૬૦ લેખે ૮૨૧ મંડળીઓના ૬૦૫૯૦ દૂધ ઉત્‍પાદકોને કુલ રૂા.૯૦ કરોડ ની જંગી રકમનો વચગાળાનો અંતિમ દૂધ ભાવ ચુકવવાની જાહેરાત કરવામાં આવેલ. આ નિર્ણયથી પશુપાલકોને ચોમાસાની સીઝનમાં ઘાસચારા અને ખાણદાણના વધુ ખર્ચ સામે આર્થિક સહાયરૂપ થશે અને રાજકોટ ડેરીમાંથી સરેરાશ વધુ મળતા દૂધના ભાવના લીધે વધારે દૂધાળા પશુઓ રાખવા માટે પ્રેરાશે. આ જાહેરાત અતર્ગત અને કેન્‍દ્ર સરકારશ્રીના સહકાર થી સમળધ્‍ધિ ઁ પ્રોજેકટના ભાગરૂપે

વિભાગના વિભાગીય વડાની ઉપસ્‍થિતિમાં જયેશભાઈ રાદડીયાના હસ્‍તે ૬૦૫૯૦ દૂધ ઉત્‍પાદકોનાં બેંક ખાતામાં અંતિમ દૂધ ભાવની રૂા.૬૦ કરોડની રકમ ઓનલાઈન ડાયરેકટ જમા કરવામાં આવી. સૌરાષ્‍ટ્રમાં ઉત્‍પાદકોનાં બેંક ખાતામાં ડાયરેકટ અંતિમ દૂધ ભાવની રકમ જમા કરાવવાની પહેલ કરનાર રાજકોટ દૂધ સંઘ પ્રથમ સંઘ છે આ સાથે દૂધ સંઘ સાથે જોડાયેલા રાજકોટ જિલ્લાના તાલુકામાંથી તેમજ મોરબી, જામનગર અને જુનાગઢ જિલ્લામાંથી મંડળીમાં વર્ષ દરમ્‍યાન વધુ દૂધ ભરાવેલ શ્રેષ્ઠ પશુપાલકોનું સન્‍માન કરવામાં આવ્‍યું.

આ સાથે જયેશભાઈ રાદડીયાએ જણાવેલ હતુ કે રાજકોટ દૂધ સંઘ દ્વારા જાહેર કરાયેલ રૂા. ૬૦ કરોડ ના વચગાળાના અંતિમ દૂધ ભાવથી પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા માટે વધુ વેગ મળશે અને પોતાની આર્થિક સ્‍થિતીમાં સુધારો લાવી શકશે.

સંઘનાં અધ્‍યક્ષ ગોરધનભાઈ ધામેલીયાએ જણાવેલ હતુ કે સંઘ દ્વારા કરકસર યુક્‍ત વહીવટ, દૂધની ગુણવતા અને દૂધ સંપાદન તેમજ માર્કેટીંગ વધવાને કારણે રાજકોટ ડેરીનાં ઈતિહાસમાં આ વર્ષે સૌથી વધુ નફો થયેલ છે.

જેના કારણે આપણે પશુપાલકોને ઐતિહાસીક જંગી રકમ રૂ. ૬૦ કરોડનો અંતિમ દૂધ ભાવ ચુકવી શકેલ છે. સંઘે વર્ષ ૨૦૨૪-૨૫માં રૂા.૧૧૪૨ કરોડનું ટર્નઓવર કરી રૂા.૮૦ કરોડનો જંગી કાચો નફો કરેલ છે. સંઘે સરેરાશ નફાની ૭૦ ટકા રકમ પશુપાલકોને પરત ચુકવેલ છે

(3:46 PM IST)