તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 10th July 2025
‘‘અકિલા રઘુવંશી બીટ્સ નવરાત્રી મહોત્સવ-૨૦૨૫''ના કાર્યાલયનો ગુરૂપૂર્ણિમાના પાવન દિવસથી શુભારંભ
સાધુવાસવાણી રોડ પર રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા સતત નવમાં વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન કરાશેઃ સંપૂર્ણપણે પારિવારીક, ગરીમાપૂર્ણ, મર્યાદાયુક્ત વાતાવરણમાં યોજાશે પવિત્ર મહોત્સવ

રાજકોટઃ સતત નવમાં વર્ષમાં રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા અકિલા પરિવારના મોભી અને રઘુવંશી જ્ઞાતિ રત્ન કિરીટકાકા ગણાત્રાનાં માર્ગદર્શનમાં શારદીપ નવરાત્રી તા.૨૨/૦૯/૨૦૨૫થી ‘અકિલા રઘુવંશી બીટ્સ નવરાત્રી મહોત્સવ-૨૦૨૫'નું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે.
આ મેગા આયોજનની વિશેષ માહિતી આપતાં શ્રી રઘુકુળ યુવા ગ્રુપના સંયોજકો અને રઘુવંશનાં યુવાન, ઉત્સાહી અને સાથી ટીમ જણાવે છે કે, દશ દરમિયાન યોજાનાર આ ભવ્ય મહોત્સવમાં હજારો ખેલૈયાઓની ઉપસ્થિતિમાં, મોકળાશથી તેમજ સંપૂર્ણપણે પારિવારિક, ગરીમાપૂર્ણ, મર્યાદામુક્ત વાતાવરણમાં યોજાએલ આ આયોજન એટલે રાજકોટનું એક એવું નવરાત્રિ આયોજન કે જેમા શ્રી રઘુકુળ યુવા ગ્રુપના સર્વે હોદેદારો તેમજ હજારો ખેલૈયાઓ પરીવાર સાથે અત્યંત પ્રેમ અને આદરભર્યા વાતાવરણમાં ઝુમશે. મા આદ્યશક્તિની આરાધના સૌ સાથે મળી કરશે. નવરાત્રીના પવિત્ર દિવસોમાં જગત જનનીની આરાધના માટે સર્વે જ્ઞાતિનિ બહેનો-માતાઓ, દંપતીઓ માટે યોજાએલા શાનદાર મહોત્સવ ધાર્મિક વાતાવરણ ઉભુ કરાશે.
આ રાસોત્સવમાં દરરોજ માતાજીના ગરબા, લોકગીતો, પ્રાચીન-અર્વાચીન સ્તુતીઓ, દુહા-છંદની રમઝટ બોલાવવામાં આવશે. દરેક નોરતે ‘જય આદ્યાશક્તિ' જાણિતા ભક્તિપદથી રાસોત્સવનાં મંગલચરણ કરાયા બાખ સમગ્ર ગુજરાતમાં પોતાના સુર, તાલ અને લયથી જાણીતા બનેલા કલાકારો દરરોજ હજારો ખેલૈયાઓને ભાવવિભોર બનીને ઝુમાવશે.
રઘુવંશી રાસોત્સવમાં અત્યાધુનીક ડીઝીટલ સાઉન્ડ સીસ્ટમ્સ સથવારે ખેલૈયાઓ ધૂમ મચાવશે. સમગ્ર પરીસરને ભવાની સીક્યુરીટીના બાઉન્સરો સુરક્ષા કવચ પુરું પાડશે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ઘરે બેઠા આ મહોત્સવને લાખો દર્શકો નિહાળી શકે તે માટે જાણીતી ચેનલ દ્વારા રાસોત્સવનું જીવંત પ્રસારણ કરવાનું પણ આયોજકો વિચારી રહ્યાં છે.
‘અકિલા રઘુવંશી બીટ્સ નવરાત્રી મહોત્સવ-૨૦૨૫' વિશેષ જાણકારી માટે જાનકી પ્રોપટીઝ, જગન્નાથ ચોક, સાંઈનગર કોમ્યુનીટી હોલની સામે રાજકોટ(મો.૯૫૭૪૩ ૩૯૩૩૯, ૮૭૫૮૫ ૮૫૮૪૮) કાર્યાલયે જ સંપર્ક કરવા યાદીના અંતમાં જણાવાયું છે
(4:15 PM IST)










