<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

રેલનગરમાં રહેતાં જી.પં.ના કર્મચારી પંકજભાઇ વધેરાનું હાર્ટએટેકથી મૃત્‍યુ

 

રાજકોટ તા. ૧૦: હૃદય રોગના હુમલાથી વધુ એક મૃત્‍યુ થયું છે. રેલનગર સૂર્ય પાર્ક સોસાયટી દુલારી એપાર્ટમેન્‍ટમાં રહેતાં પંકજભાઇ રાણાભાઇ વધેરા (ઉ.વ.૪૯) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત જાહેર કરવામાં આવતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર પંકજભાઇ છ બહેનના એકના એક ભાઇ હતાં. તેને સંતાનમાં બે દિકરા છે. પોતે જીલ્લા પંચાયતમાં નોકરી કરતાં હતાં. એક બે દિવસથી તબિયત સારી ન હોઇ નોકરીમાં રજા રાખી હતી. આજે સવારે જાગીને નાસ્‍તો કર્યા પછી ફરી સુઇ ગયા હતાં અને બાદમાં બપોરે નહિ જાગતાં બેભાન હાલતમાં હોસ્‍પિટલે ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દીધાનું તબિબે જણાવ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. હાર્ટએટેક આવી ગયાની શક્‍યતા જણવાાઇ હતી.

(4:35 PM IST)