News of Friday, 11th July 2025
કોરાટ ચોકથી ખોખડદડના રસ્તે ટ્રકની ઠોકરે બાઇક ચડી જતાં વિનોદ રાજસ્થાનીનું મોત
ભુવા ફાટક પાસે રહી રોડ સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો

રાજકોટ તા. ૧૧: ગોંડલ રોડ કોરાટ ચોકથી ખોખડદડના રસ્તા પર સાંજે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકની ઠોકરે બાઇક ચડી જતાં બાઇકચાલક રાજસ્થાનના યુવાનનું મોત થયું હતું. હાલ તે કોરાટ ચોકથી આગળ ભુવા ફાટક પાસે કંપનીના યાર્ડમાં રહી રોડ સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો.
જાણવા મળ્યા મુજબ કોરાટ ચોકથી ખોખડદડના રોડ પર ટ્રકની ઠોકર લાગતાં વિનોદ રાધેશ્યામ યોગી (ઉ.વ.૨૬) નામનો મુળ રાજસ્થાનનો યુવાન બાઇક સહિત ફેંકાઇ જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનું મોત થયું હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેન્દ્રભાઇ, પ્રશાંતભાઇ સહિતે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર વિનોદ દોઢ બે મહિનાથી ભુવા ફાટક પાસે રહી રોડની સાઇટ પર સુપરવાઇઝરનું કામ કરતો હતો. તે બે ભાઇમાં નાનો હતો અને કુંવારો હતો. તેના સગા સંબંધીઓને જાણ થતા તેઓ રાજસ્થાનથી રાજકોટ આવવા નીકળ્યા હતાં. (૧૪.૫)
(10:57 AM IST)










