<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

ગુરૂ રાહ ચીંધાડે, ગુરૂકુલ શિક્ષણ સાથે સંસ્કાર આપે : પ્રભુ સ્વામી

ગુરૂ જ્ઞાન કા સાગર હૈ, ગુરૂ પ્રભુત્‍વ ઔર માયા, બનતા વોહી બીજ વૃક્ષ, જીસ પર ગુરૂ કા સાયા : રાજકોટ ગુરૂકુલના સંતો અકિલાની મુલાકાતેઃ દેશ-વિદેશમાં ૬પ શાખાઓ દ્વારા સેંકડો વિદ્યાર્થીઓનું જીવન પ્રકાશિત અને સુવાસિત

રાજકોટ ગુરૂકુલ દ્વારા ભચાઉ, જસદણ, ઉના, ભરૂચ, મુંબઇ, હિંમતનગરમાં નવા ગુરૂકુલ નિર્માણાધીન : રાજકોટ અને સુરતમાં કન્‍યા ગુરૂકુલ બની રહયા છે તે આવતા વર્ષથી કાર્યરત થશેઃ સુરતની સૌરભ સાત સમંદર પાર

જય સ્‍વામિનારાયણઃ રાજકોટ ગુરૂકુલના શ્રી પ્રભુચરણ સ્‍વામી (સુરત) અને શ્રી પ્રિયદર્શન સ્‍વામી (પોઇચા) એ અકિલા કાર્યાલયની મુલાકાત લઇ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને પ્રસાદીનો મનોહર હાર પહેરાવી આશીર્વાદ આપેલા. તે પ્રસંગની તસ્‍વીરમાં સાથે હરિભકત ડો. નિમિષ મુંગરા (મેડીકલ કોલેજ), શ્રી પ્રવીણ કાનાબાર, શ્રી ઉદય વસાણી (હરિકૃષ્‍ણ બેકરી) તેમના પૌત્ર ચિ. મુકત તથા અકિલા પરિવારના ડો.અનિલ દશાણી ઉપસ્‍થિત હતા. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા) (૪.૧૨)

રાજકોટ, તા., ૧૦: શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ રાજકોટની સુરત વેડ રોડ શાખાના શ્રી પ્રભુ સ્‍વામીએ ગુરૂ-શિષ્‍યના સંબંધને એકદમ પવિત્ર અને પ્રેમભર્યો ગણાવી ગુરૂપુર્ણિમાનો મહિમા વર્ણવેલ તેમજ ગુરૂકુળની સમાજ ઉપયોગી પ્રવૃતિઓની ઝલક આપી હતી.

શ્રી પ્રભુ સ્‍વામીએ અકિલા કાર્યાલયની મુલાકાત લઇ સુરતમાં ૪૦ હજારથી વધુ અળસીના દાણામાંથી બનાવેલ પ્રસાદીનો કલાત્‍મક હાર અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને પહેરાવી આશીર્વાદ વરસાવ્‍યા હતા. તેમણે સદપ્રવૃતિને પ્રોત્‍સાહન અકિલાના અભિગમની પ્રશંસા કરી હતી.

શ્રી પ્રભુ સ્‍વામીએ અકિલાના આંગણે જણાવેલ કે ગુરૂપુર્ણિમા ખુબ પવિત્ર અને યાદગાર દિવસ છે. ગુરૂપુર્ણિમાએ શિષ્‍ય ગુરૂ પાસે આવીને પુજન કરે છે. ગુરૂની આજ્ઞા પાળવી તે શિષ્‍યની ફરજ છે. શિષ્‍યને જ્ઞાન આપવુ તે ગુરૂનો ધર્મ છે. ગુરૂ શિષ્‍યની આંગળી પકડીને આદર્શ જીવનની દિશા બતાવે છે. વ્‍યસન, મોબાઇલ ફોનનો દુરૂપયોગ, લાંચ, કૌભાંડો વગેરે દુષણોથી સાચા સંતોનો સંગ બચાવી શકે. યુવાધનને બરબાદીના રસ્‍તેથી દુર રાખવા સત્‍સંગમાં  રહેવાની જરૂરીયાત છે. સંપતિ કરતા સત્‍સંગની વધુ જરૂર છે. મનુષ્‍યના જીવનમાં ગમે ત્‍યારે ગમે તે વળાંક આવી શકે તેવી સ્‍થિતિ છે. ત્‍યારે સાચા ગુરૂના આશીર્વાદ અને માર્ગદર્શનનું મહત્‍વ વિશેષ છે. ગુરૂપુર્ણિમાએ જીવનને સાચા માર્ગે વાળવાનો સંકલ્‍પ કરવાનો અવસર છે. ગુરૂપુર્ણિમા નિમિતે ર૦૦ થી વધુ સંતોએ રાજકોટ ગુરૂકુલ ખાતે ગુરૂશ્રી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામીના પુજન અને ભગવાનના દર્શનનો લાભ લીધો હતો.

સંતશ્રી પ્રભુ સ્‍વામીએ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથેની વાતચીતમાં જણાવેલ કે ૧૯૪૯ માં શાષાી મહારાજે રાજકોટમાં ગુરૂકુલનું બીજ રોપેલ છે. આજે વટવૃક્ષ બની દેશ-વિદેશમાં શિક્ષણ અને સંસ્‍થાની શિતળ છાંયા આપી રહયું છે. ભારતમાં ૪૧ અને જુદા જુદા દેશોમાં રાજકોટ ગુરૂકુલ સાથે જોડાયેલા ૧૪ ગુરૂકુલ કાર્યરત છે. બધા ગુરૂકુલમાં મળીને હજારો વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરી રહયા છે. અત્‍યાર સુધીમાં ૧.રપ લાખથી વધુ વિદ્યાર્થીઓ ગુરૂકુલમાં ભણી ચુકયા છે. હાલ ભચાઉ (કચ્‍છ), ભરૂચ, જસદણ, હિંમતનગર, ઉના અને મુંબઇમાં ગુરૂકુલ નિર્માણાધીન છે. દિલ્‍હીમાં ગુરૂકુલ શરૂ થઇ ગયું છે.  તિરૂપતિમાં આવતા વરસે શરૂ થશે. અમદાવાદમાં શાંતિગ્રામ ગુરૂકુલ કાર્યરત થઇ ગયું છે. જયાં કોલેજ કક્ષાના તેમજ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાના વિદ્યાર્થીઓ અને નોકરીયાતો માટે રહેવા-જમવાની સુવિધા ઉપલબ્‍ધ છે. સ્‍વામિનારાયણ ગુરૂકુલમાં શિક્ષણ સાથે સંસ્‍કાર આપી છાત્ર જીવન ઘડતર કરવામાં આવે છે. રાજકોટ (કાગદડી) અને સુરતમાં કન્‍યા ગુરૂકુલનું નિર્માણ થઇ રહયું છે. પરિવારમાં સંપનું વાતાવરણ જાળવવા અને નીતિમતાથી જીવન જીવવાનો સંદેશ ગુરૂકુલ આપે છે. સારા નાગરીકો થકી રાષ્‍ટ્ર નિર્માણનો ગુરૂકુલનો ઉદેશ્‍ય છે. શિક્ષણ ઉપરાંત આરોગ્‍ય, સેવાકીય, ધાર્મિક વગેરે ક્ષેત્રે ગુરૂકુલ સંસ્‍થાનું મહત્‍વનું યોગદાન છે.

 આ મુલાકાત પ્રસંગે નીલકંઠધામ (પોઇચા)ના શ્રી પ્રિયદર્શન સ્‍વામી ઉપસ્‍થિત રહયા હતા. 

અળસીના ૪૦ હજારથી વધુ દાણાથી બનેલો પ્રસાદી હાર કિરીટભાઇ ગણાત્રાના ગળામાં

રાજકોટઃ શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્‍થાનના શ્રી પ્રભુ સ્‍વામી અને શ્રી પ્રિયદર્શન સ્‍વામીએ અકિલાના આંગણે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને પ્રસાદીનો કલાત્‍મક હાર પહેરાવેલ. ભગવાનને ધરેલો આ હાર સુરતમાં હરિભકતોએ એક મહિનાની મહેનતથી બનાવેલ. જેમાં આશરે ૪૦ હજારથી વધુ અળસીના દાણાનો ઉપયોગ કરવામાં આવેલ. ગુરૂકુલના સંતોએ અસીમ આશીર્વાદ વરસાવ્‍યા હતા. સંતોએ ગુરૂ મહિમા, સત્‍સંગનો પ્રભાવ, ગુરૂકુલની પ્રવૃતિઓ વગેરે વિષે વિસ્‍તૃત ચર્ચા કરી અકિલા પરિવારની ધર્મભાવનાને બિરદાવી હતી.

(11:39 AM IST)