News of Friday, 11th July 2025
વોર્ડ નં.૧માં જીવંતિકા નગર તથા શાંતિનગર સોસાયટીના કોમન પ્લોટ પેવિંગ બ્લોકથી મઢાશે

કામનો પ્રારંભઃ રાજકોટ, મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧માં જીવંતિકા નગર તથા શાંતિનગર સોસાયટીના કોમન પ્લોટમાં રૂ.૧૯.૬૦ લાખના ખર્ચે પેવિંગ બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ અને શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડિયાના હસ્તે કરવામાં આવ્યું. આ ખાતમૂહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડિયા, કોર્પોરેટર ડૉ.હિરેનભાઇ ખીમાણીયા, દુર્ગાબા જાડેજા, ડૉ.અલ્પેશભાઈ મોરજરીયા, વોર્ડ નં.૧ના પ્રભારી કાથડભાઈ ડાંગર, પ્રમુખ જયરાજસિંહ જાડેજા, મહામંત્રી નાગજીભાઈ વરૂ, રાણાભાઈ ગોજીયા, લલિતભાઈ વાડોલિયા, સેજલબેન ચૌધરી, જયદિપસિંહ જાડેજા, રામભાઈ ગોજીયા, ભરતભાઈ મૂલીયાણા, નરેન્દ્રભાઈ સરવૈયા, મોહિતભાઈ શિયાર, સત્યજીતસિંહ જાડેજા, વિપુલભાઈ શુક્લા, અમિતભાઈ, જયુભાઈ, વિજયભાઈ રાઠોડ, લાલભાઈ, પ્રશાંતભાઈ, જીવાભાઈ, જીતુભાઈ રાવલ, જલપાબેન, હર્ષાબા, પાયલબેન, જાગળતિબેન, મયુરિબા, પાયલબેન, રમાબેન, લાભુબેન, તનિષાબેન, રીતુબેન, આરતીબેન, સોનલબેન તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ હાજર રહેલ.
(2:28 PM IST)










