News of Friday, 11th July 2025
રવિવારે રાષ્ટ્રીયશાળા ખાતે નિઃશુલ્ક મેગા મેડીકલ કેમ્પ અને તુલસીના રોપાનું વિતરણ
સર્જન ફાઉન્ડેશન દ્વારા આયોજનઃ ડાયાબીટીસ, બ્લડ પ્રેશર ચેક કરી અપાશે

રાજકોટઃ સર્જન ફાઉન્ડેશન અને રાષ્ટ્રીય સંયુક્ત ઉપક્રમે આગામી તા.૧૩ને રવિવારે સવારે ૯ થી ૧ સુધી રાષ્ટ્રીય શાળા (મનહર પ્લોટ, યાજ્ઞિક રોડના છેડે) ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ તકે કુમકુમ ગ્રુપ તરફથી તુલસી રોપા ફ્રી વિતરણ કરવામાં આવશે.
રાષ્ટ્રીય શાળાના મધ્યસ્થ ખંડમાં યોજનાર નિદાન કેમ્પમાં ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા, સાંસદ રાજ્ય સભા રામભાઈ મોકરીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ઉદ્યોગપતિ મનેષભાઈ મડેમા, રાષ્ટ્રીય શાળાના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઈ ભટ્ટ, રાજકોટ રહેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા સહિતના ઉપસ્થિત રહેશે.
આ સર્વરોગ નિદાન કેમ્પમાં આર્યુવેદ કાંસ્ય મસાજ થેરાપીઃ મનસુખભાઈ સરવૈયા અને તેની ટીમ, ડો.મહેશભાઈ ચાવડાઃ એક્યુપ્રેસર તથા સુઝોક થેરાપી દ્વારા તેમજ દાંતના ડો.ભરતભાઈ વ્યાસ, કાજલબેન હરીયાઃ એક્યુપ્રેસર તથા સુઝોક થેરાપી દ્વારા તથા અરવિંદભાઈ વાળા અને તેમની ટીમ દ્વારા નિઃશુલ્ક ફીઝીયોથેરાપી અને મહેન્દ્ર મે-રેકી પધ્ધતિથી સારવાર કરી આપશે.
સેલસ હોસ્પિટલ અને તેના ડોક્ટરો અને તેમના સ્ટાફ, ચીકીત્સકો દ્વારા ડાયાબીટીસ અને બી.પી.ચેકઅપ કરી આપવામાં આવશે.
આ આયોજનને સફળ બનાવવા સર્જન ફાઉન્ડેશનના પ્રમુખ સુરેશ પરમાર અને રાષ્ટ્રીય શાળાના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ રમાબેન હેરમા (પ્રમુખ સર્જન ફાઉન્ડેશન મહિલા કમીટી), દીપાબેન કાચા, દેવયાનીબેન રાવલ, પ્રભાબેન વસોયા, સીમાબેન અગ્રવાલ, ભાવનાબેન ચતાવણી, પલ્લવીબેન ચૌહાણ, હર્ષીદાબા કનોજીયા, ભાભુ, રસીદાબેન સીદી, દિવ્યાબેન રાઠોડ, માયાબેન ગોહિલ, દિલ્પાબેન મકવાણા, વૃંદાબેન પટેલ, રજનીબેન ચાવડા, હીરલબેન જોષી (એડવોકેટ) ગીતાબેન સોનારા, દિપ્તીબેન ખટ્ટર, અવનીબેન બગડાઈ, માલતીબેન જાની, રૂપલબેન પટેલ, જાનવીબેન લાખાણી, શિલ્પાબેન મહેતા, શીતલબેન પંડયા, રચનાબેન રૂપારેલ, સોનલબેન સોમૈયા, જ્યોતિબેન પંડયા, ક્રિમાબેન સંઘવી, હંસાબેન સાપરીયા, વૈશાલીબેન આશર, નુશરતબેન તેમજ હેમતીસંહ ડોડીયા, ગુણવંતભાઈ ભટ્ટ, પ્રકાશભાઈ વોરા, વિજયભાઈ પંડયા, કપીલ ગજ્જર, કમલેશ રાઠોડ, ધવલ કાચા, નયનભાઈ પંચોલી, કાનાભાઈ ચૌહાણ, પ્રવિણભાઈ ડોડીયા, અશોકભાઈ જાદવ, રાજીવભાઈ પ્રજાપતિ, આશાબેન ભટ્ટી, સુરેશભાઈ લાખાણી, ભાવેશભાઈ સાંગાણી, સુધીરભાઈ પોપટ, સંજયભાઈ ગઢવી, વિપુલભાઈ ગણાત્રા, મીનાબેન શકર્મા વિ. જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં સુરેશ પરમાર (પ્રમુખ સર્જન ફાઉન્ડેશન), રમાબેન હેરભા (પ્રમુખ સર્જન ફાઉન્ડેશન મહિલા કમિટિ), દિપાબેન કાચા, દેવયાનીબેન રાવલ, સીમાબેન અગ્રવાલ, ભાવનાબેન ચતવાણી, હર્ષીદાબેન કનોજીયા, દિવ્યાબેન રાઠોડ, ભારતીબેન પંડયા, ગુણવંતભાઈ ભટ્ટ, પ્રકાશ વોરા, કપીલ ગજ્જર નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:32 PM IST)










