<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

આપાગીગાના ઓટલે દિવ્‍ય ગુરૂપૂર્ણિમા મહોત્‍સવ સંપન્‍ન

સત્‍ય, ધર્મ અને બ્રહ્મચર્યવ્રતની પરંપરાનો થયો ત્રિવેણી સંગમ : પૂજ્‍ય શ્રી આપાગીગાએ શરૂ કરેલી આ પરંપરાને પૂજ્‍ય નરેન્‍દ્રબાપુએ આગળ ધપાવીઃ હજારોની સંખ્‍યામાં મહાપ્રસાદ અને પૂજનનો ભાવિકોએ લાભ લીધોઃ પૂજ્‍ય જીવરાજ બાપુ ગુરૂ શામજીબાપુનું ભાવપૂર્વક પૂજન અર્ચન કરાયું

રાજકોટ : સમગ્ર ગુજરાતમાં છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી સમાજના દરેક વર્ગ માટે શ્રદ્ધા અને આસ્‍થાનું કેન્‍દ્ર બનેલા શ્રી આપાગીગાના ઓટલે (મોલડી ગામના વળાંક પાસે, ચોટીલા-રાજકોટ હાઈવે ખાતે), અષાઢ સુદ પૂનમ, તા. ૧૦ જુલાઈ, ગુરુવારના રોજ દર વર્ષની જેમ પરંપરાગત રીતે ભવ્‍યાતિભવ્‍ય અને દિવ્‍યાતિદિવ્‍ય ગુરુપૂર્ણિમા મહોત્‍સવની ઉજવણી કરવામાં આવી.

પરમ પૂજનીય સદ્ગુરુદેવ શ્રી જીવરાજબાપુ ગુરુશ્રી શામજીબાપુ અને પરમ પૂજનીય શ્રી શામજીબાપુ ગુરુશ્રી લક્ષ્મણબાપુની પાવન પરંપરાને જીવંત રાખતા, શ્રી આપાગીગાના ઓટલાના મહંત શ્રી નરેન્‍દ્રબાપુ ગુરુશ્રી જીવરાજબાપુ (નરેન્‍દ્રભાઈ સોલંકી) ના નેતળત્‍વ હેઠળ આ મહોત્‍સવ સવારે ૧૧ કલાકેથી ભક્‍તિભાવપૂર્વક ઉજવાયો હતો.

આ પાવન અવસરે, સવારે ૧૧:૧૫ કલાકે પરમ પૂજનીય સદ્ગુરુદેવ શ્રી જીવરાજબાપુ ગુરુશ્રી શામજીબાપુની પ્રતિમાનું વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાષાોક્‍ત વિધિ અને મંત્રોચ્‍ચાર સાથે પૂજન-અર્ચન કરવામાં આવ્‍યું. આ પૂજનમાં ઉપસ્‍થિત સાધુ-સંતો તેમજ હજારોની સંખ્‍યામાં ઉમટી પડેલા સેવકો અને ભાવિકજનોએ પણ વ્‍યક્‍તિગત ધોરણે પૂજન-અર્ચનનો અલભ્‍ય લાભ લીધો હતો, જેનાથી ભક્‍તિમય વાતાવરણ સોનામાં સુગંધ ભળી હોય તેવું બની ગયું. આરતી બાદ સૌ ભક્‍તજનોએ સંતોના દર્શન, વાણી અને આશીર્વાદનો લાભ મેળવ્‍યો હતો.

ગુરુપૂર્ણિમા મહોત્‍સવ નિમિત્તે પધારેલા તમામ સાધુ-સંતો, બ્રહ્મદેવો, રાવળદેવો, અને સેવકોને મહંત શ્રી નરેન્‍દ્રબાપુ ગુરુશ્રી જીવરાજબાપુ દ્વારા ભેટ-પૂજા અર્પણ કરવામાં આવી.

બપોરના સમયે બે મિષ્ઠાન, ફરસાણ, દાળ, ભાત, અને બે શાક સાથેના વિશેષ મહા-સાદ (ભોજન)નું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેનો લાભ હજારોની સંખ્‍યામાં ઉપસ્‍થિત સર્વ ભાવિકજનોએ લીધો હતો. સંતોને ભંડારા નિમિત્તે પણ ભેટપૂજા આપવામાં આવી હતી.

આ પ્રસંગે, સીતાધારધામ અને સતાધારધામના સંત બ્રહ્મલીન પરમ પૂજ્‍ય સદ્ગુરુદેવ શ્રી જીવરાજબાપુ ગુરુશ્રી શામજીબાપુના અનન્‍ય શિષ્‍ય અને શ્રી આપાગીગાના ઓટલાના મહંત શ્રી નરેન્‍દ્રબાપુએ ગુરુ-શિષ્‍ય પરંપરાનું મહત્‍વ સમજાવ્‍યું. તેમણે જણાવ્‍યું કે, પ્રાચીન સમયમાં ગામડાઓમાં રામમંદિર અને શિવમંદિરોમાં સિતારામ સાધુઓ અને ગિરી-પરી-ભારથી જેવા સંતો દ્વારા પૂજન થતું હતું અને ગુરુપૂર્ણિમાના દિવસે બાળકોને કંઠીગુરુ તથા કાનગુરુ તરીકે માળાઓ પહેરાવી ગુરુમંત્રો આપવામાં આવતા હતા. જેના કારણે ગુરુજનોનું સમાજમાં ખૂબ માન અને સન્‍માન જળવાતું હતું.

આજના યુગમાં આવી -થાઓ ભલે ઓછી થઈ ગઈ હોય, પરંતુ ગુરુ વિના જ્ઞાન અશકય છે. તેમણે દરેક વ્‍યક્‍તિને કોઈ ને કોઈ ગુરુ ધારણ કરવા આહ્વાન કર્યું. ગુરુનું શરીર સન્‍મુખ હોવું જરૂરી નથી, ગુરુને મન અને તનથી પણ ધારણ કરી શકાય છે. ગુરુની ભેખમાં એક અલૌકિક શક્‍તિ હોય છે, જે હરહંમેશ પોતાના શિષ્‍યો માટે સકારાત્‍મક ઊર્જા લઈને તેમનું રક્ષણ કરે છે.

શ્રી નરેન્‍દ્રબાપુએ જણાવ્‍યું કે ૫.પૂ. સદ્ગુરુદેવ શ્રી જીવરાજબાપુ દ્વારા સોંપવામાં આવેલ સત્‍ય, ધર્મ, નૈતિકતા, પ્રમાણિકતા, નિષ્‍ઠા, તેમજ બ્રહ્મચર્યવ્રતની પરંપરાઓને શ્રી જીવરાજબાપુથી શ્રી આપાગીગા અને શ્રી આપાગીગાથી ગુરુ ગેબીનાથ સુધીની મૂળભૂત પરંપરાઓને આગળ વધારવાનું કાર્ય આજે પણ અવિરતપણે ચાલુ છે. તેમને આ કાર્યમાં અલૌકિક બળ ગુરુ-પીરોની કળપાથી મળી રહે છે.

તેમણે અખબારી યાદીમાં ખાસ કરીને યુવા પેઢીને માતા-પિતાની સેવા કરવા અને કોઈપણ પ્રકારના વ્‍યસનોથી દૂર રહેવા અનુરોધ કર્યો. શ્રી આપાગીગાના ઓટલે છેલ્લા ૧૩ વર્ષથી ચોવીસે કલાક કોઈપણ  ભેદભાવ વગર અઢારેય વરણના ભક્‍તો અને યાત્રાળુઓ માટે મહાપ્રસાદ અને વિશ્રામ (ઉતારા)ની વ્‍યવસ્‍થા અવિરતપણે ચાલી રહી છે, જે એક મહાન સેવા યજ્ઞ છે.

આ પાવન અવસરે સોમનાથ મહાદેવ, માં બહુચરાજી, દ્વારકાધીશ, આપાગીગા, અને પરમ પૂજનીય સંતશ્રી જીવરાજબાપુના આશીર્વાદ સૌ સેવકગણ અને ભાવિકજનોને મળે તેવી શુભકામના મહંત શ્રી નરેન્‍દ્રબાપુ દ્વારા કરવામાં આવી હતી.

શ્રી આપા ગીગાના

ઓટલાની વિશેષતાઓ

- છેલ્લા ૧૩ વર્ષથી અવિરત સેવા યજ્ઞ.

- ૨૪ કલાક મહાપ્રસાદ અને વિશ્રામ (ઉતારા)ની સુવિધા.

- કોઈપણ નાત-જાતના ભેદભાવ વગર અઢારેય વરણના ભક્‍તો માટે ખુલ્લું.

- શ્રી જીવરાજબાપુથી આપાગીગા અને ગુરુ ગેબીનાથ સુધીની પરંપરાનું વહન.

- મહંત શ્રી નરેન્‍દ્રબાપુ ગુરુશ્રી જીવરાજબાપુ દ્વારા સંચાલન.

- આધ્‍યાત્‍મિકતા અને માનવતાનું સંગમ સ્‍થાન.

 

ગુરૂપૂર્ણિમા મહોત્‍સવ મુખ્‍ય આકર્ષણો

- ૫. પૂ. શ્રી જીવરાજબાપુ અને શ્રી શામજીબાપુની પ્રતિમાનું પૂજન-અર્ચન.

- વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાષાોક્‍ત વિધિ અને મંત્રોચ્‍ચાર.

- હજારોની સંખ્‍યામાં ભક્‍તો દ્વારા મહા-સાદ અને પૂજનનો લાભ.

- સંતો-મહંતો અને સેવકોને ભેટ-પૂજા અર્પણ.

 - શ્રી નરેન્‍દ્રબાપુ દ્વારા પ્રેરક ગુરુમહિમાનું ઉદ્વોધન.

 - સત્‍ય, ધર્મ, નૈતિકતા અને બ્રહ્મચર્યની પરંપરાનું સ્‍મરણ.

(2:35 PM IST)