News of Friday, 11th July 2025
હૃજયની ઝોળી છલકાઇ : કારીયા પરિવાર દ્વારા સર્વે દાતાઓનો આભાર વ્યકત
સાથી હાથ બઢાના અપીલને જોરદાર પ્રતિસાદ

રાજકોટ તા. ૧૧: ન્યુરોલોજીકલ (ડિસ્ટોનિયા)ને કારણે શારીરિક વિકલાંગ બનેલ રાજકોટના જય દીલીપભાઇ કારીયા (ઉ.વ.૩૫)ને વધતી જતી તકલીફ ધ્યાને લઇ દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં ઓપરેશન માટે નિર્ણય લેવાયો હતો. આ માટે તબીબોએ રૂા.૯,૫૦,૦૦૦ (નવ લાખ પચાસ હજાર) જેટલો ખર્ચ થાય તેમ હોવાનું એસ્ટીમેટ આપતા સાધારણ પરિવાર ચિંતામાં મુકાઇ ગયો હતો. પરંતુ ‘અકિલા'ના વાચકો સમક્ષ અપીલ કરાતા જોરદાર પ્રતિસાદ સાંપડયો અને જયની જોળી છલકાઇ ગઇ છે. આ ઓપરેશન માટેની તારીખ ૧૬-૭-૨૦૨૫ આપવામાં આવી છે. જરૂરીયાત મુજબની રકમની વ્યવસ્થા થઇ જતા આ કાર્યમાં મદદરૂપ બનનાર રઘુવંશી શ્રેષ્ઠીઓ, સગા સંબંધીઓ, જયના મિત્ર વર્તુળ સર્વેનો કિર્તીભાઇ રવાણી (મો.૯૪૨૭૬ ૩૯૬૧૧) (મોરબી), અશોકભાઇ ચતવાણી (રાજકોટ), હિમાંશુભાઇ માણેક (રાજકોટ), જીજ્ઞેશભાઇ ગણાત્રા (રાજકોટ), જયેશભાઇ ખંધેડીયા (રાજકોટ)ની સંયુકત યાદીમાં આભાર વ્યકત કરાયો છે. શ્રી જલારામબાપાની કૃપાથી હવે જયની સર્જરી પણ હેમખેમ થઇ જાય અને ઝડપથી સ્વસ્થ બની જાય તેવી સૌએ પ્રાર્થના કરવા જણાવાયુ છે. (
(2:46 PM IST)










