News of Friday, 11th July 2025
ઘંટેશ્વર ૨૫ વારીયા ક્વાર્ટરમાંથી કિરણ મકવાણાને ગાંજા સાથે પકડી લેવાઇ
ગાંધીગ્રામ પીઆઇ એસ.આર. મેઘાણી, પીએસઆઇ વી.ડી.રાવલીયા અને ટીમની કાર્યવાહીઃ રોહિતદાન ગઢવી, રવિભાઇ ગઢવી અને મુકેશભાઇ ડાંગરની બાતમી

રાજકોટ તા. ૧૧: શહેર ગાંધીગ્રામ પોલીસની ટીમે ગાજા સાથે એક મહિલાને પકડી લીધી છે. બાતમીને આધારે જામનગર રોડ ઘંટેશ્વર ૨૫ વારીયા ક્વાર્ટરમાં રેલ્વે પાટા પાસે જામવાડીની ફોલ્ડીંગ દિવાલ પાસે દરોડો પાડી તેણીને પકડી લેવાઇ હતી.
ગાંધીગ્રામ પોલીસની ટીમ સે નો ટુ ડ્રગ્સ ઝુંબેશ હેઠળ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. રવિભાઇ ગઢવી, રોહિતદાન ગઢવી અને કોન્સ. મુકેશભાઇ સબાડને બાતમી મળતાં દરોડો પાડી કિરણબેન રવિ મકવાણા (ઉ.વ.૨૫)ને રૂા. ૯૦૮૦ના ૯૦૮ ગ્રામ ગાંજા સાથે પકડી લીધી હતી. આ મહિલા તેના પતિ, સંતાન અને સાસુ સાથે રહે છે. ગાંજો વેંચવા માટે લાવ્યાની શંકાએ વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની સુચના અંતર્ગત ગાંધીગ્રામ પીઆઇ આર. એસ. મેઘાણી, પીએસઆઇ વી. ડી. રાવલીયા, હેડકોન્સ. રવિભાઇ ગઢવી, રોહિતદાન ગઢવી, કોન્સ. પ્રદિપભાઇ ડાંગર, મુકેશભાઇ સબાડ, રઘુવીરસિંહ જાડેજા, ભરતભાઇ મકવાણા, કોન્સ. રીનાબેન પરમાર અને એસઓજીના અરૂણભાઇ બાંભણીયાએ આ કામગીરી કરી હતી. ઝડપાયેલી મહિલાની વિશેષ પુછતાછ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરાઇ છે.
(2:47 PM IST)










