<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

કેસરી હિંદ પૂલનું આયુષ્‍ય પુરૂં થયું તેને ૧૦ વર્ષ વિતી ગયા છેઃ તાકિદે પૂલ ચકાસો અને રીપોર્ટ બહાર પાડો

શહેરના તમામ ઓવરબ્રિજ-અંડર બ્રિજ તપાસવા-મરામત જરૂરીઃ શહેર કોંગ્રેસનું કલેકટરને આવેદન

 

 

રાજકોટ તા. ૧૧: શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી રાજદિપસિંહ જાડેજાની આગેવાની હેઠળ કાર્યકરો-આગેવાનોએ સૂત્રોચ્‍ચાર સાથે કલેકટરને આવેદન પાઠવી શહેરના ઓવરબ્રિજ અંડર બ્રિજની તાકિદે મરામત કરવા તથા શહેરના કેસરી હિન્‍દ પુલની આયુષ્‍ય એક દશકો પહેલા પૂર્ણ થયેલ છે તે અંગે યોગ્‍ય કરવા રજુઆતો કરી હતી.

આવેદનમાં ઉમેરાયું હતું કે, મોરબીના ઝુલતા પુલની દુર્ઘટના બાદ રાજયના તમામ બ્રિજનું વર્ષમાં બે વખત ઇન્‍સ્‍પેકશન કરવાનું હાઇકોર્ટે બ્રિજ અંગેની નવી નીતિ ઘડવા આદેશ કરવામાં આવેલ અને તમામ બ્રિજનું ફરજિયાત એક વર્ષમાં બે વખત ઇન્‍સ્‍પેકશન કરવાની જોગવાઇ કરી જેનો સુપ્રિટેન્‍ડેન્‍ટ એન્‍જિનિયરને પણ રેન્‍ડમ ધોરણે બ્રિજની ચકાસણી કરવાનું ઠરાવમાં કહેવાયું છે. તમામ મોટા કોંક્રીટ, પીલોર, વિઝીટ ફ્રેમ, સ્‍ટ્રકચર જેવા ખાસ પ્રકારના બ્રિજનું ઇન્‍સ્‍પેકશન ચોમાસા પૂર્વે અને ચોમાસા પછી બ્રિજનું ઇન્‍સ્‍પેકશન કરવાના આદેશને રાજય અને શહેર જિલ્લામાં ઉલાળીયો કરવામાં આવતા વડોદરા પાસે ગંભીરા બ્રિજમાં ૧૮ લોકોએ જાન ગુમાવ્‍યા છે.

વધુમાં જણાવવાનું કે આઝાદી વખતનો રાજકોટ શહેરનો કેસરી હિન્‍દપુલ ૧૮૭૯માં આ પુલ ૧૦ મીટરનો હતો અગાઉ ૧૯૬પના યુદ્ધમાં જામનગરની મિલેટ્રી કેમ્‍પ દ્વારા આ પુલ પરથી કચ્‍છ જવા એક જ રસ્‍તો હતો ત્‍યારે ઉપયોગ થયો હતો. ત્‍યારબાદ ૧૯૯૧ તત્‍કાલીન સમયના રાજકોટ મહાનગરપાલિકાના મ્‍યુનિસિપલ કમિશનર દ્વારા આ ફૂલને ૧૪ મીટર પહોળો બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્‍યારબાદ જૂનો જે પુલ હતો તેના આર્ચ (જોઇન્‍ટ) ખુલી ગયેલ હતા ત્‍યારે ૧૯૯૧માં મ્‍યુનિસિપલ કમિશનર દ્વારા જોઇન્‍ટ પેક કરી જોઇન્‍ટને મજબૂત કરી એક કંપનીને કોન્‍ટ્રાકટ આપેલ હતો જે કંપની દ્વારા તત્‍કાલીન સમયે રપ વર્ષની ગેરંટી આપી હતી. આજની તારીખે જોવા જઇએ તો આ કેસરી હિન્‍દ પુલની આયુષ્‍ય એક દસકો પહેલા પૂર્ણ થયેલ છે. અને તેમ છતાં મહાનગરપાલિકા દ્વારા કોઇ યોગ્‍ય કાર્યવાહી કરી નથી. તો આ અંગે સત્‍વરે યોગ્‍ય કાર્યવાહી થવી જોઇએ.હાલ ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે અને આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી રાજકોટ સહિત રાજયભરમાં આપવામાં આવી છે ત્‍યારે રાજકોટ શહેર/જિલ્લામાં કોઇ જાનહાની ન બને તે માટે તકેદારીના આગોતરા આયોજનના ભાગરુપે શહેર જિલ્લાના તમામ બ્રિજનું ઇન્‍સ્‍પેકશન કરી સ્‍ટ્રકચર રિપોર્ટ તૈયાર કરી યોગ્‍ય કરવા અપીલ છે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની કામગીરીમાં બેદરકારી અને લાપરવાહી ફલિત થઇ છે ભયજનક પુલો પર ઓવરલોડિંગ વાહનો પર પ્રતિબંધ લાદો અને ભયજનક હોય તે તમામ બ્રિજ પર તાત્‍કાલિક મરામત કરી વાહન ચાલકોને દેખાય તે પ્રકારે સાઇન બોર્ડ મૂકવા અને અંડર બ્રિજમાં પણ ખાડા કે રેલિંગો તૂટેલી હોય તો તે તાત્‍કાલિક મરામતની કામગીરીહ ાથ ધરવા અમારી અપીલ છે.

 આવેદન દેવામાં રાજદિપ જાડેજા સાથે વશરામભાઇ સાગઠિયા, ડો. મહેશભાઇ રાજપૂત, ઇન્‍દ્રનીલભાઇ રાજયગુરૂ, અતુલ રાજાણી, નરેન્‍દ્રભાઇ સોલંકી, જસવંતસિંહ ભટ્ટી, સુરેશભાઇ બથવાર, આદિત્‍યસિંહ ગોહિલ, પ્રવીણભાઇ કાકડિયા, સંજય અજુડિયા, ભાર્ગવ પઢિયાર, પ્રતિક રાઠોડ વિગેરે જોડાયા હતા. (૭.ર૯)

(2:48 PM IST)