<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

જાણીતા ભામાશા દાનવીર નરેશભાઈ પટેલ એટલે ‘પાટીદાર નરેશ'નું નેતૃત્‍વ જગવિખ્‍યાત

આજે એક અનોખા વ્‍યક્‍તિત્‍વનો જન્‍મદિવસ છે, જેમનું નામ માત્ર એક ઓળખ નહીં, પરંતુ સેવા, સમર્પણ અને પ્રેરણાદાયક નેતળત્‍વનું પ્રતિક છે. ઈશ્વરે તેમને અદભૂત સૂઝબૂઝ, દીર્ઘદ્રષ્ટિ, લક્ષ્ય સિદ્ધ કરવાની અતૂટ ક્ષમતા અને સુચારુ વહીવટ જેવા ઉત્તમ ગુણો ભરપૂર પ્રમાણમાં આપ્‍યા છે. તેમની પ્રેરક ઉપસ્‍થિતિ અને માર્ગદર્શન હેઠળ અનેક કાર્યો સફળતાપૂર્વક પાર પડ્‍યા છે, જે સમાજ વિકાસની નવી દિશાઓ કંડારે છે. ખોડલધામના પ્રણેતા તરીકે, તેમના ચાહકો, મિત્રો અને સોશિયલ મીડિયા દ્વારા તેમને હૃદયપૂર્વક જન્‍મદિવસની શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી રહી છે. તેમની કર્મઠતા અને નિખાલસ વિનમ્રતા દરેક માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, જે યુવાનોને સક્રિય યોગદાન માટે પ્રેરિત કરે છે.

નરેશભાઈ પટેલ એટલે સાદગી, સંવેદના, અતૂટ સમર્પણ, સ્‍થિરતા અને અપ્રતિમ શાલીનતાનો જીવંત સમન્‍વય. તેમનું વ્‍યક્‍તિત્‍વ ભવ્‍ય હોવા છતાં, તેઓ સફેદ ઝભ્‍ભા/શર્ટ અને સાદા સફેદ લેંઘા/પેન્‍ટ જેવા સાદા પહેરવેશમાં જ જોવા મળે છે, જે તેમના જીવનની ઉચ્‍ચ સાદગીને પ્રતિબિંબિત કરે છે. તેમને બીજાને પ્રભાવિત કરવાની બિલકુલ દરકાર નથી; તેમની સાચી શક્‍તિ તેમના કાર્યોની નિર્ભીકતા અને દ્રઢતામાં રહેલી છે.

સમાજને થતા વહીવટી અને રાજકીય અન્‍યાય સામે, પોતાના ધમધોકાર ચાલતા વ્‍યવસાયના ભોગે પણ, તેઓ હિંમતપૂર્વક લડત લડી રહ્યા છે, જે તેમની સમાજ પ્રત્‍યેની ઉદાત્ત ભાવના અને પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે અનેક પરિવારોને સહાયરૂપ થઈને સાચા અર્થમાં સમાજસેવકનું કાર્ય કર્યું છે. તેમની પ્રત્‍યેક ક્રિયામાં સમાજ ઉત્‍થાનનો નિસ્‍વાર્થ ભાવ છુપાયેલો હોય છે, જે નિસ્‍વાર્થ સેવાના શ્રેષ્‍ઠ ઉદાહરણો પૂરા પાડે છે.

ઈશ્વરે તેમને કોર્પોરેટ અને પ્રોફેશનલ જગતના શ્રેષ્‍ઠ ગુણોથી ભરપૂર બનાવ્‍યા છે. તેમની માનવતા જગવિખ્‍યાત છે અને તેમની કુનેહ તથા કાબેલિયત ખરેખર કાબિલેદાદ છે. નરેશભાઈ પટેલ એટલે માત્ર ‘પટેલ નરેશ' નામ પૂરતું સીમિત નથી, પરંતુ તેઓ ‘પાટીદાર નરેશ' છે. એક બહુવિધ દરજ્જો ધરાવતું એવું વ્‍યક્‍તિત્‍વ છે જેમનો સામાજિક દરજ્જો સરાહનીય છે. તેમને કેટલાક રાજકીય વર્તુળોમાં કટ્ટર જ્ઞાતિવાદી સમજવામાં આવે છે, જે સંપૂર્ણપણે ગેરસમજ છે. જોકે, તેઓ ખુબ જ સંવેદનશીલ છે અને દરેક જ્ઞાતિ, ધર્મ કે વર્ગના લોકો માટે સમાન ભાવ રાખે છે. પટેલ દાતાઓના ખર્ચે તૈયાર થયેલા સરદાર ભવનમાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારી માટે ચાલતા કોચિંગ ક્‍લાસમાં, તેઓ બધી જ જ્ઞાતિના દીકરા-દીકરીઓને પ્રવેશ આપવાની વિશાળતા ધરાવે છે. તેમની દ્રષ્ટિ સમાજના સર્વાંગી વિકાસ પર કેન્‍દ્રિત છે, જ્‍યાં કોઈ પણ જ્ઞાતિના ભેદભાવને સ્‍થાન નથી અને સૌને સમાન તકો મળે તેવો તેમનો સનિષ્‍ઠ પ્રયાસ રહે છે.

છેલ્લા ઘણા વર્ષોથી, તેઓ કરોડો રૂપિયા ખર્ચીને ‘સદજ્‍યોત ચેરિટેબલ ટ્રસ્‍ટ' ના નામથી આરોગ્‍ય વિષયક સેવાઓ પૂરી પાડે છે, જે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે. જેનાથી તબીબી સુવિધાઓ વંચિતો સુધી પણ સરળતાથી પહોંચી છે. તેમનું સમર્પણ પણ અદભૂત છે. તેઓ આટલા વર્ષોથી ખોડલધામ માટે કાર્યરત છે અને આટલી દોડાદોડી કરે છે, છતાં પ્રવાસ ખર્ચનું એક પણ બિલ તેમણે ટ્રસ્‍ટમાં નથી નાખ્‍યું. પોતાના પ્રવાસ ખર્ચ ઉપરાંત, તેઓ સહપ્રવાસીનો બધો ખર્ચ પણ પોતે જ ઉઠાવે છે, અને આ ખર્ચ તેમના અંગત ખાતામાંથી ઉધારાય છે. જે સંસ્‍થા માટે તેઓ કામ કરે છે, તે સંસ્‍થા પ્રત્‍યે તેઓ સંપૂર્ણ વફાદાર અને સમર્પિત છે, જે તેમની ઉચ્‍ચ નૈતિકતાનું પ્રતિક છે. તેમની કાર્યનિષ્‍ઠા અને પારદર્શિતા અન્‍યો માટે પ્રેરણાદાયી છે, જે દર્શાવે છે કે સાચી સેવા કઈ રીતે કરી શકાય.

ઊંચા હોદ્દા પર બેઠેલો માણસ ઘણીવાર વિચલિત થાય છે, પરંતુ નરેશભાઈની સ્‍થિરતા પ્રત્‍યક્ષ અનુભવી શકાય છે. ઘણીવાર કોઈ કાર્યમાં મોટા વિઘ્‍નો આવ્‍યા હોય, ત્‍યારે પણ નરેશભાઈની સ્‍થિરતા આવા પ્રસંગે પ્રત્‍યક્ષ જોવા મળી છે. તેમની શાંતિ અને ધૈર્ય મુશ્‍કેલ પરિસ્‍થિતિઓમાં પણ માર્ગદર્શન પૂરું પાડે છે, અને તેઓ હંમેશા એક મજબૂત આધારસ્‍તંભ બની રહે છે. બીજી બાજુ, શબ્‍દથી વ્‍યક્‍ત ન થઈ શકે તેવી અદભૂત સફળતાઓ પણ તેમને મળી છે, છતાં પ્રાપ્ત સફળતાઓનો અહંકાર તેમને કયારેય સ્‍પર્શી શકયો નથી, જે તેમની સાચા અર્થમાં મહાનતા દર્શાવે છે. શાલીનતા તો નરેશભાઈને વારસામાં મળી હોય એમ લાગે છે.

ગામડાના સામાન્‍ય માણસ સાથે વાત કરતી વખતે તેઓ બિલકુલ તેમના જેવા બની જાય છે, તેમની સરળતા હૃદયસ્‍પર્શી છે. લોકો જાત-જાતના પ્રશ્નો લઈને તેમની પાસે આવે છે, તેમાંના કેટલાકની વાતો સાંભળીને પણ ઊંચા-નીચા થવાય, પરંતુ નરેશભાઈ હસતા હસતા તેમને સાંભળે છે. માત્ર ઔપચારિકતા ખાતર નહીં, દિલથી સાંભળે છે અને તેમના પ્રશ્નોમાં રસ પણ લે છે, જાણે તે પોતાના જ પ્રશ્નો હોય. મોટી સંસ્‍થા સંભાળતા હોય એટલે કયારેક કડક થવું પડે આમ છતાં, તેમણે કળષ્‍ણની જેમ સુદર્શનનો ઓછો અને વાંસળીનો વધુ ઉપયોગ કર્યો છે. તેમની વાણીમાં મળદુતા અને નિર્ણયોમાં દ્રઢતાનો અનોખો સમન્‍વય જોવા મળે છે, જે તેમને એક અજોડ અને આદર્શ નેતા બનાવે છે.

આજે તેમના જન્‍મ દિવસે ૨૫ થી વધુ વિવિધ કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્‍યું છે, જે સમાજના વિવિધ વર્ગોને સ્‍પર્શે છે અને તેમના ઉત્‍થાન માટેના પ્રયાસો દર્શાવે છે. આ કાર્યક્રમો થકી અનેક લોકોના જીવનમાં સકારાત્‍મક બદલાવ આવ્‍યો છે, અને સમાજમાં એક નવી ચેતનાનો સંચાર થયો છે. ગુજરાત રાજ્‍યમાં તેમણે અનેક આર્થિક અને સામાજિક મદદ પૂરી પાડી છે, જેનાથી અનેક પરિવારોનું જીવનધોરણ સુધર્યું છે અને સમાજમાં સકારાત્‍મક પરિવર્તન આવ્‍યું છે.

રાજકોટ શહેરમાં પણ તેમનું યોગદાન અમૂલ્‍ય છે, જ્‍યાં તેમણે અનેક સામાજિક અને વિકાસલક્ષી કાર્યોમાં સક્રિય ભૂમિકા ભજવી છે, જે શહેરના સર્વાંગી વિકાસમાં સીધો ફાળો આપે છે. ખોડલધામના નિર્માણ અને સંચાલનમાં નરેશભાઈ પટેલનું યોગદાન અનન્‍ય અને અજોડ છે, જે માત્ર એક ધાર્મિક સ્‍થાન નહીં, પરંતુ સામાજિક સમરસતા અને સેવાનું પ્રેરણાષાોત કેન્‍દ્ર બન્‍યું છે. તેમના જીવનમાંથી આ પાંચ ગુણો ખરેખર આત્‍મસાત કરવા જેવા છે, જે કોઈ પણ વ્‍યક્‍તિને સફળતા અને સંતોષના માર્ગે દોરી શકે છે.

આજે આદરણીય નરેશભાઈના જન્‍મદિવસ નિમિત્તે ઈશ્વર તેમને સતાયુ અને તંદુરસ્‍ત આયુષ્‍ય પ્રદાન કરે તેવી પ્રાર્થના, જેથી તેઓ આમ જ સમાજ અને રાષ્‍ટ્રની સેવા કરતા રહે અને લાખો લોકો માટે પ્રેરણા બની રહે. (૩૭.૫)

સર્વગ્રાહી સમીક્ષક

ડો.પુરૂષોત્તમ પીપરીયા

મો.૯૪૨૭૨ ૨૦૫૪૪

(4:10 PM IST)