News of Friday, 11th July 2025
કાલાવડ રોડ છાસવાલામાંથી ૮ કિલો એકસપાયર્ડ આઇસ્ક્રીમ મળ્યોઃ નાશ
બાઉલ બાઇટ, થિરૂમાલા મદ્રાસ કાફે તથા મલ્ટીગ્રેઇન ફૂડ પ્રા. લી. (અતુલ બેકરી)ને હાઇજેનીક કન્ડીશન જાળવવા નોટીસ

રાજકોટ તા. ૧૧: શહેરમાં ખાદ્ય પદાર્થના ઉત્પાદકો તથા વેચાણકર્તાઓને ત્યાં મનપાની ફુડ શાખા દ્વારા ચકાસણી અંતર્ગત પ્લેટીનમ આર્કેડ, કાલાવડ રોડ ખાતેના પટેલ ડેરી પ્રોડકટ પ્રા. લી. (છાસવાલા) માંથી એકસપાયરી ડેટ વિતેલા ફલેવર્ડ આઇસ્ક્રીમનો ૮ કિલોનો જથ્થો મળતા નાશ કરવામાં આવેલ હતો. જયારે બાઉલ બાઇટ, થિરૂમાલા મદ્રાસ કાફે તથા મલ્ટીગ્રેઇન ફૂડ પ્રા. લી. (અતુલ બેકરી)ને હાઇજેનિક કન્ડીશન જાળવવા. યોગ્ય સ્ટોરેજ કરવા તથા લાઇસન્સ અંગે સૂચના આપવામાં આવી હતી. જયારે ડ્રીમસીટી વિસ્તારના ૭ વેપારીઓને લાઇસન્સ અંગે સૂચના આપવામાં આવી હતી.
મનપાની સત્તાવાર યાદી મુજબ મહાનગરપાલિકાના દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પ્લેટિનમ આર્કેડ, ગ્રા.ફ્લોર ૧-૨, કાલાવડ રોડ, મુકામે આવેલ ૅપટેલ ડેરી પ્રોડક્ટ પ્રા. લી. (છાસવાલા)ૅ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ ફ્રીઝમાં એક્સપાયરી ડેટ વીતેલ વિવિધ ફલેવરના આઇસ્ક્રીમ મળી આવતા કુલ મળીને ૦૮ કિ.ગ્રા. અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન બાલાજી કળપા, સિલ્વર હાઇટસની બાજુમાં, રાજકોટ મુકામે આવેલ ‘‘બાઉલ બાઇટ'' તથા નાગરિક બેન્ક પાસે, ૧૫૦' રિંગ રોડ, રાજકોટ મુકામે આવેલ ૅથિરૂમાલા મદ્રાસ કાફેૅ પેઢીની તપાસ કરતા પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ.
ઉપરાંત સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ક્રિષ્ના તીર્થ, ગ્રા.ફ્લોર શોપ નં.૫, પુષ્કરધામ પાસે, રાજકોટ મુકામે આવેલ ૅમલ્ટીગ્રેઇન ફૂડ પ્રા.લી.(અતુલ બેકરી)ૅ પેઢીની તપાસ કરતા પેઢીને સ્થળ પર પ્રોડક્ટ મુજબ યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.
સાથે ફૂડ વિભાગની ટીમ તથા જ્લ્ષ્ વાન સાથે શહેરના ડ્રીમ સીટી વાળો રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૧૮ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૭ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૧૮ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં જય રાણીમાં હોટલ, મહાકાળી કોલ્ડડ્રિંક્સ, પરમ ફાર્મસી, કૈલાશ જનરલ સ્ટોર, સુરેશ સ્વીટ માર્ટ, શ્યામ જનરલ સ્ટોર્સ, જલારામ ખમણને -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
(3:29 PM IST)










