News of Friday, 11th July 2025
આત્મનિર્ભર ફાઉન્ડેશન દ્વારા રવિવારે વિદ્યાર્થી સન્માન અને બેસ્ટ સપોર્ટેડ પેરેન્ટસ એવોર્ડ સમારોહ

રાજકોટ તા. ૧૧ : આત્મનિર્ભર ફાઉન્ડેશન દ્વારા તા. ૧૩ ના રવિવારે વિદ્યાર્થી સન્માન સાથે બેસ્ટ સપોર્ટેડ પેરેન્ટસ એવોર્ડ સમારોહનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્થાના બહેનોએ જણાવ્યુ હતુ કે બાળકો અભ્યાસ ક્ષેત્રે પ્રોત્સાહિત થાય અને મહિલાઓ આત્મનિર્ભર તરફ આગળ વધે તે માટે આ સંસ્થા આવા કાર્યક્રમો યોજે છે.
જેના ભાગરૂપે આગામી તા. ૧૩ ના રવિવારે બપોરે ૩ વાગ્યાથી ધર્મેશ્વર મહાદેવ મંદિર હોલ, ધર્મનગર સોસાયટી, મારૂતી શોરૂમ પાછળ, ૧૫૦ ફુટ રીંગરોડ ખાતે વિદ્યાર્થી સન્માન અને એવોર્ડ અર્પણ સમારોહ યોજવામાં આવેલ છે.
કે.જી.થી લઇને કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરાશે. ૧૮૦ શીલ્ડ અપાશે. જેમાં બાળકોની વિશેષ કાળજી લેનાર ૩૦ વાલીઓને પણ બેસ્ટ સપોર્ટેડ એવોર્ડની સન્માનીત કરાશે. સાથે ગૌરીવ્રતને ધ્યાને લઇ આ સમારોહમાં સામેલ હોય તેવી ૮૫ દિકરીઓને સોનાની ચુક અપાશે. આ માટે દાતાઓ હર્ષભાઇ ચૌહાણ યાજ્ઞિકરોડવાળા, પ્રદિપભાઇ સિધ્ધપુરા, દિપકકુમાર રવિનો સહયોગ મળેલ છે.
કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા, જીમ્મીભાઇ અડવાણી, રાજભા ઝાલા, આનંદભાઇ ઠાકુર, લક્ષ્મીબેન મિશ્રા, બ્રહ્મદેવ સમાજની ટીમ, અલ્પેશ લ્હેરૂ ઉપસ્થિત રહેશે.
ઉપરાંત કાર્યક્રમ સ્થળે બહેનો સ્વનિર્ભર બને તે હેતુથી હસ્તકલાને લગતુ એક પ્રદર્શન કમ સેલ ગોઠવેલ છે. જેમાં બહેનોને તેમની વસ્તુઓ વેચાણ અર્થે મુકવા સ્ટોલ ફાળવાશે. આ અંગેની વધુ માહીતી માટે તન્વીબેન લ્હેરૂ (મો.૮૮૪૯૮ ૦૨૬૫૬)નો સંપર્ક કરવા જણાવાયુ છે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા આત્મનિર્ભર ફાઉન્ડેશનના કમીટી મેમ્બર હર્ષાબેન ભટ્ટ, જયશ્રીબેન ગોહેલ, વૈશાલીબેન સોઢા, પાયલબેન વખારીયા, પારૂલબેન બુધ્ધદેવ, પૂનમબેન ભટ્ટી, હર્ષાબેન રાઠોડ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આત્મનિર્ભર ફાઉન્ડેશન કમીટી મેમ્બરો નજરે પડે છે.
(3:31 PM IST)










