<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

વસતી વધારાને નિયંત્રણમાં લાવવા તાકીદની અસરથી કાનુન લાગુ કરો : રાષ્‍ટ્રીય હિન્‍દુ ફ્રન્‍ટ

કલેકટર અને પોલીસ કમિશ્‍નરને આવેદનપત્ર પાઠવી કરાઇ રજુઆત

રાજકોટ તા. ૧૧ : વિશ્વ વસતી દિવસ નિમિતે ગુજરાતમાં વિવિધ જિલ્લા-તાલુકામાં વસતી વધારા નિયંત્ર માટે કાનુન બનાવવાની માંગણી સાથે રાષ્‍ટ્રીય હિન્‍દુ ફ્રન્‍ટ દ્વારા કલેકટરશ્રી અને પોલીસ કમિશ્‍નરશ્રીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

રજુઆતમાં જણાવાયુ છે કે જનસંખ્‍યા વિસ્‍ફોટ અને જનસાંખ્‍યીક અસંતુલન સમસ્‍યા પર નિયંત્રણ લાવવા જન સંખ્‍યા નિયંત્રણ કાનુન બનાવવાની જરૂર છે. આ માટે રાષ્‍ટ્રીય હિન્‍દુ ફ્રન્‍ટ છેલ્લા ૧૨ વર્ષથી દેશભરમાં સભા-બેઠકો, સેમીનારના આયોજન કરી જાગૃતિ લાવવાનું કાર્ય કરી રહેલ છે.

આ માંગણી પર ૨૦૧૮માં ૧૨૫ સાંસદોનું લેખિત સમર્થન પણ મળી ગયુ હતુ. જે તત્‍કાલીન રાષ્‍ટ્રપતિને સુપ્રત કરવામાં આવેલ.

આ અભિયાનને સફળ બનાવવા દેશભરમાં પ્રવાસ કરી રહેલ રાષ્‍ટ્રીય હિન્‍દુ ફ્રન્‍ટના સભ્‍યોએ એવુ જાણ્‍યુ કે ભારતની સંસ્‍કૃતિ અને અખંડીતતાને જાળવી રાખવાનું કામ કરી રહેલ સૌ કોઇ ચિંતિત છે. કેમ કે આજે દેશ ધાર્મિક આધાર લઇને વિભાજીત થતો જઇ રહ્યો છે. આબાદીનું સામાજીક સંતુલન સતત બગડતુ જઇ રહ્યુ છે. જે સરવાળે દેશ માટે મોટુ નુકશાન પહોંચાડી શકે છે.

જેથી ત્‍વરીત ધોરણે જનસંખ્‍યા નિયંત્રણ કાનુન લાગુ કરવામાં આવે તેવી રાષ્‍ટ્રીય હિન્‍દુ ફ્રન્‍ટની માંગણી છે. તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રાષ્‍ટ્રીય હિન્‍દુ ફ્રન્‍ટ રાજકોટ જિલ્લા પ્રમુખ સુનિલભાઇ ખાલપાડા, રાજકોટ મહિલા પ્રમુખ ભગવતીબેન ધરોડીયા, કારોબારી  ભુપતસિંહ રાઠોડ, યુથ વીંગના પ્રદેશ મહામંત્રી વિમલ પટેલ (મો.૮૧૨૮૭ ૭૨૬૦૭) નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:32 PM IST)