News of Friday, 11th July 2025
મનપામાં પ્રથમ વખત ઝોન વાઇઝ ટાઉન પ્લાનરની નિમણુંક

રાજકોટ, તા., ૧૧ : મનપામાં ઘણા સમયથી ખાલી પડેલ ટાઉન પ્લાનરની જગ્યા ભરવાનો નિર્ણય થોડા સમય પહેલા લેવામાં આવેલ પરંતુ સરકારની સુચના બાદ ઝોનવાઈઝ ત્રણ ટીપીઓની નિમણુંક કરવાની હોય આ અંતર્ગત સ્પર્ધાત્મક પરિક્ષા લેવામાં આવેલ જેમાં મેરિટના આધારે બે પુરુષ અને એક મહિલા ઉમેદવાર ફાઈનલ થતાં સિલેક્શન કમિટિએ તેમની નિમણુંક કરી બોર્ડમાં ઠરાવ મોકલી આપેલ છે. જે મનપામાં પ્રથમ વખત હોવાનું તંત્રએ જણાવ્યું હતું.
મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાની મંજુર સેટઅપ પૈકીની ખાલી પડેલ ટા-પ્લાનર, વર્ગ-૧ ની સાતમાં પગારપંચ મુજબ બિન અનામત કેટેગરીની ૦૩ જે પૈકી બિન અનામત(મહિલા)-૦૧ જગ્યા ભરવા ઓન લાઈન અરજીઓ મંગાવવામાં આવેલ, આવેલ અરજી અન્વયે તા. ૦૨ ના રોજ લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવેલ, લેખિત પરીક્ષામાં હાજર રહેલ ૫૫ ઉમેદવારોના તા.૧૫ના રોજ ડોકયુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવેલ જેમાં કુલ-૫૫ પૈકી ઉમેદવારો નિયત લાયકાત તથા અનુભવ ધરાવતા હોય તેઓને પસંદગીની પ્રક્રિયા માટે મૌખિક ઇન્ટરવ્યુ હાજર રહેવા માટે કોલ લેટર દ્વારા તથા મોબાઇલ મેસેજ દ્વારા જાણ કરવામાં આવેલ આ જગ્યાના મીની ઈન્ટરવ્યુ તા. ૧૭ ગુરૂવારના રોજ રાખવામાં આવેલ જે અંતર્ગત કુલ ૮ ઉમેદવારો મૌખિક ઈન્ટરવ્યુ અન્વયે નિયત સમય, તારીખે સ્ટાફ સિલેક્શન કમિટી સમક્ષ હાજર રહેલ.
સ્ટાફ સિલેક્શન કમિટી સમક્ષ હાજર રહેલ ઉમેદવારોના લેખિત પરીક્ષાના ૭૦ = મૌખિક ઈન્ટરવ્યુના ૩૦ ભારાંક અનુસાર મેરિટના અગ્રતાક્રમે આવતા ઉમેદવારોને ટા પ્લાનર, વર્ગ-૧ ની બિનઅનામત કેટેગરીની ૦૩જે પૈકી બિનઅનામત કેટેગરીની-૧ જગ્યા ભાર્ગવ વલ્લભભાઇ બરવાળીયા, અભિ રાજેશકુમાર પટેલ તથા હેતલ માવજીભાઇ સોરઠીયાને નિમણુંક આપવા માટે તથા મેરિટના ત્યારબાદના ક્રમે આવતા જગ્યાના ૦૧ ગણા ઉમેદવાર પ્રતિક્ષા યાદીમાં રાખવા માટે સ્ટાફ સિલેક્શન કમિટીની તા.૧૭ની વિગતની કાર્યવાહી નોંધ અનુ=સ્ટાફ સિલેકશન કમિટી દ્વારા ભલામણ કરેલ છે.
આ ઉપરાંત આગામી સભામાં રાજકોટની પ્રારંભિક નગર રચના યોજના નં.૧૪ (રાજકોટ) ના રેવન્યુ સર્વે નં. ૭૧/પૈકી, મુળ ખંડ નં.૩/૨ ના અંતિમ ખંડ નં.૩/૨/૩/૧ ની જમીન ૧૧૪૦૯ ચો.મી. સ્મશાનના હેતુ માટે નીમ કરવા,રાજકોટ મહાનગર પાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હસ્તકના કતલખાના વિભાગની કામગીરી આરોગ્ય શાખામાં તબદિલ કરવા, રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર શ્રી મનસુખભાઈ ધનજીભાઈ સાગઠિયા, વર્ગ-૧(હાલ સસ્પેન્ડ) સામે ધી પ્રિવેન્શન ઓફ મની-લોન્ડરિંગ એક્ટ, ૨૦૦૨ની જોગવાઈઓ હેઠળ પ્રોસીકયુશન કરવા અંગે મંજુરી મળવા અંગે, રાજકોટ મહાનગર પાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ વિભાગનું સ્ટાફ સેટઅપ રિવાઈઝ્ડ કરવા તેમજ ભરતીના નિયમોમાં ફેરફાર કરવા અંગે, શહેરના મધ્ય ઝોન ખાતે જુદા જુદા વોર્ડમાં આવેલ કુલ ૦૩ પબ્લીક ટોઇલેટ દૂર કરવા અંગે , રેસકોર્ષ સંકુલમાં આવેલ શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી માટેના ડિપોઝીટ, ભાડાના દર, નિયમો નિયત કરવા અંગે, શહેરના વોર્ડ નં.૦૪માં જુના મોરબી રોડ સિટી સ્ટેશનથી જુના મોરબી રોડ જકાતનાકા સુધીના ૮૦ ફુટ રોડનું વાઘજીભાઇ તળશીભાઇ લુણાગરીયા માર્ગ નામકરણ કરવા અંગે, તથા શહેરના વોર્ડ નં.૧૭માં કોઠારિયા રોડ પર નંદા હોલ ચોક પાસે આવેલ ચોકને શ્યામ સતાધાર ચોક નામકરણ કરવા અંગે દરખાસ્ત મુકવામાં આવી છે. (
(4:09 PM IST)










