<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

મનપાના ર તથા ૩ બીએચકે ફલેટનું વેઇટીંગ લીસ્‍ટ જાહેર

અરજદાર તા. રપમી સુધીમાં ખૂટતા ડોકયુમેન્‍ટ જમા કરાવી શકશે

રાજકોટ તા. ૧૧ :..  મહાનગરપાલિકાના મેયર  નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા  લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને હાઉસિંગ ઈમ્‍પ્રુવમેન્‍ટ અને ક્‍લીયરન્‍સ સમિતિના ચેરમેન તરીકે નિતિનભાઈ રામાણી એક સંયુક્‍ત યાદીમાં જણાવે છે કે, તારીખ૨૬ માર્ચ ના રોજ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે રાજકોટ મહાનગરપાલિકાના EWS-૨ કેટેગરીનાં ૧૩૩ અને MIG કેટેગરીનાં ૫૦ ખાલી પડેલ આવાસોનો કમ્‍પ્‍યુટરાઇઝડ જાહેર ડ્રો યોજવામાં આવ્‍યો હતો.

જ્રા રાજકોટ મહાનગરપાલિકા અગાઉ ફોર્મ ચેકીંગ બાદ આવાસનો ડ્રો કરી ફાળવણી કરવામાં આવતી હતી. આ વખતે પ્રથમ વખત બધા જ અરજદારોનો ડ્રોમાં સમાવેશ કરવામાં આવેલ અને ત્‍યારબાદ ફોર્મ ચેકીંગની કાર્યવાહી કરવામાં આવેલ છે. આથી ડ્રો બાદ આવાસ મળેલ હોય, એવા અરજદારોની ઓનલાઇન ફોર્મ ભરતી વખતે થયેલી નાની ભૂલના કારણે અરજી રિજેકટ ના થઇ જાય એ માટે અરજદારોની અરજી રિજેક્‍ટ કરતા પહેલાં એમને અપુરતા આધાર-પુરાવાઓની પૂર્તતા કરવાની એક તક આપવામાં આવી હતી.

આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર પ્રસિધ્‍ધ થનાર વેઇટિંગ યાદીમાં નામ ધરાવતા અરજદારો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પર પોતાની અરજીની સ્‍થિતિ જાણી શકે છે.

આ યાદીમાં સામેલ લીસ્‍ટમાં નામ ધરાવતા અરજદારો અપુરતા આધાર-પુરાવાઓની પૂર્તતા કરવા માંગતા હોય એવા અરજદારો રૂ. ૩૦૦/-ના સ્‍ટેમ્‍પ પેપર પર નોટરાઇઝડ સોગંદનામું તથા જરૂરી આધાર-પુરાવાઓ સાથે દિક  તા. ૨૫  સાંજે ૫ વાગ્‍યા સુધીમાં આવાસ યોજના વહીવટી વિભાગમાં અરજી કરી શકે છે. ત્‍યારબાદ કરવામાં આવેલ કોઈપણ રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.

(3:34 PM IST)