<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

છાત્રાને મિત્રતાના નામે ફસાવી બસ સ્‍ટેશન પાછળ હોટેલમાં લઇ જઇ પારડીના સાગરનો વારંવાર બળાત્‍કાર

મોબાઇલથી નગ્ન ફોટા પાડી લીધા હોઇ તે વાયરલ કરી દેવાની ધમકી પણ આપતો હતોઃ એ-ડિવીઝન પોલીસે ફરિયાદ દાખલ કર્રી

 

રાજકોટ તા. ૧૨: વધુ એક વિદ્યાર્થીનીને એક ઢગાએ પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અવાર-નવાર રાજકોટની હોટેલોમાં લઇ જઇ દૂષ્‍કર્મ આચરી લઇ તેમજ મરજી વિરૂધ્‍ધ ન્‍યુડ ફોટા મોબાઇલથી પાડી લઇ જો પોતાની સાથે સંબંધ નહિ રાખે તો ફોટા વાયરલ કરી દેશે તેવી ધમકી દઇ બ્‍લેકમેઇલ કરતાં અંતે ફરિયાદ નોંધાવાઇ છે.

હાલ છાત્રાની ઉમર અઢાર વર્ષની છે. તેણીની ફરિયાદ પરથી એ-ડિવીઝન પોલીસે લોધીકાના પારડી ગામે સત્‍યમ સોસાયટીમાં રહેતાં સાગર ભગવાનજીભાઇ સોલંકી (ઉ.વ.૨૩) વિરૂધ્‍ધ બળાત્‍કાર, પોક્‍સો હેઠળ ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે. યુવતિએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું બે અઢી વર્ષ પહેલા સગીર વયની હતી ત્‍યારે રાજકોટમાં ભણતી હતી તે વખતે પારડીમાં રહેતાં અને ડ્રાઇવીંગ કરતાં સાગર સાથે મારો પરિચય થયો હતો. ત્‍યારબાદ તેણે લગ્નની લાલચ આપી હતી અને બસ સ્‍ટેશન પાછળની હોટેલમાં લઇ જઇ દૂષ્‍કર્મ આચરી લીધુ હતું. આ રીતે બસ સ્‍ટેશન પાછળની અલગ અલગ હોટેલમાં તે લઇ ગયો હતો. આ દરમિયાન તેણે મોબાઇલથી ફોટા પણ પાડી લીધા હતાં. ત્‍યારબાદ તે ફોટા વાયરલ કરવાની ધમકી દઇ બ્‍લેકમેઇલ કરી શોષણ કરતો હતો. છેલ્લે તે તરછોડીને જતો રહેતાં તેણીએ માતાને વાત કરી હતી.

તેના આધારે રાજકોટ એ-ડિવીઝન પોલીસમાં જાણ કરવામાં આવતાં પીઆઇ બી. વી. બોરીસાગર અને ટીમે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ કરી હતી.

(1:19 PM IST)