<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

ગુરૂપૂર્ણિમાના દિવસે જેતપુરમાં ઇશ્વરીયા મહાદેવ વેદ સંસ્‍કૃત મહાવિદ્યાલયનું ઉદધાટન

 

રાજકોટઃ તા.૧૧ ગઇ કાલે ગુરૂપૂર્ણિમાના પાવન દિવસે જેતપુર ખાતે શ્રી સ્‍વસ્‍તિક એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ‘‘શ્રી ઇશ્વરીયા મહાદેવ વેદ સંસ્‍કૃત વિદ્યાલય''નો પ્રારંભ આચાર્યશ્રી ભગવતકુમાર મહોદયના હસ્‍તે કરાયો હતો. 

જેતપુરના ફુલવાડી વિસ્‍તારમાં આવેલ શ્રી બ્રહ્મસમાજ વાડીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જેતપુરના ધારાસભ્‍ય જયેશભાઇ રાદડીયાને આમંત્રણ અપાયું હતું.

આ ઉપરાંત ટ્રસ્‍ટ સાથે સંકળાયેલ વિવિધ અગ્રણીઓ ઉપસ્‍થિત રહયા હતા. ઉપરોકમત વેદ સંસ્‍કૃત મહા વિદ્યાલયના ઉત્‍થાનમાં સમાજના શ્રેષ્‍ઠીઓ અને મહાનુભાવોનો સહયોગ મળી રહયો છે. 

ઉપરોકત ઉદઘાટન સમારંભમાં જેતપુર બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી એડવાઇઝરશ્રી, મંત્રીશ્રી તથા વડીયા બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી મહિલા સંગઠનના મંત્રીશ્રી- અધ્‍યક્ષશ્રી વગેરે તથા સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી ડો. શ્રી હિતેન્‍દ્ર ગુરૂજી, ડો. શ્રી અજય ગુરૂજી અને તમામ ટ્રસ્‍ટીશ્રીઓ ઉપસ્‍થિત રહી ઉદ્દબોધન અને આશીર્વાદ  પ્રદાન કર્યા હતા.

આખા કાર્યક્રમનું સંચાલન ટ્રસ્‍ટના આમંત્રિત ટ્રસ્‍ટી સંચાલક શ્રી જિજ્ઞેશભાઇ જોષીએ સુંદર રીતે કર્યુ.

અન્‍તે ટ્રસ્‍ટનાં ટ્રસ્‍ટી શ્રીમતી નિલમબેન ભટ્ટે મહેમાન તથા અતિથિઓનો આભાર માન્‍યો. હાલમાં કુલ ર૧ બ્રહ્મ બટુકએ વેદશાષા ભણવા પ્રવેશ મેળવ્‍યો છે. આ તમામનો રહેવા જમવા તથા અભ્‍યાસનો ખર્ચ ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવે છે.

(2:28 PM IST)