<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

ચેક રીટર્નના કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો ફરમાવતી અદાલત

રાજકોટ, તા.૧૨: અત્રે ચેક રીટર્નના ગુન્‍હામાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ કામના ફરીયાદી કમલેશભાઈ ધીરજભાઈ કકાણીયા તે આર્યા ક્રોપ સાયન્‍સના ભાગીદાર દ૨જજે, પિતળકળપા હોટલની પાછળ, ભારત સ્‍ટીલ પાસે, મુઃ વેરાવળ (શાપર) તાઃ કોટડા સાંગાણી, જીઃ રાજકોટ વાળાએ ધંધાકીય વેપાર કરતા આરોપી દેવાભાઈ ધમણભાઈ જીલડીયા તે શ્રી બંધનાથ ટ્રેડર્સના પ્રોપરાઈટર, ઠે. મુ.કણજાધાર, તાઃ વંથલી, જી.જુનાગઢ, રહેઃ મું બંધાળા, તાઃ વંથલી, જીઃજુનાગઢવાળાને પેસ્‍ટીસાઈડ દવાઓની વેચાણ કરતા હતા. આરોપી જુનાગઢ મુકામે શ્રી બંધનાથ ટ્રેડર્સ ના નામથી અલગ અલગ કંપનીની પેસ્‍ટીસાઈડ દવાઓ વિગેરેની બહારથી ખરીદી કરીને વેચાણ કરે છે. જેથી આ કામના આરોપીએ ફરીયાદી પેઢી પાસેથી પેસ્‍ટીસાઈડ દવાઓ ખરીદવા માટે ફરીયાદીની પેઢીનો કોન્‍ટેક કરેલ ત્‍યારથી ફરીયાદી તથા આરોપી એકબીજા સાથે ધંધાકીય સંબંધથી સંપર્કમાં આવેલ છે અને ફરીયાદીની પેઢી સાથે આરોપીએ શરૂઆતથી જ ઉધારમા ખરીદી કરવાનો અને તે ઉધાર ખરીદીની રકમ આરોપી તેમની સગવડતાએ ફરીયાદીની પેઢીને ચુકવી આપતા હતા. ફરીયાદીની પેઢીની આરોપી પાસેથી કાયદેસર રીતે રકમ રૂા. ૨,૫૩,૮૬૬/ પુરાની બાકી લેણી નીકળી રકમ પેટે આરોપીએ રૂા. ૨,૫૩,૮૬૬/નો ચેક આપેલ હતો.

આ ચેક બેંકમાં ભરતા જ ‘ફંડસ ઈન્‍સફીશીયન્‍ટ' પરત ફરેલ. ફરીયાદીએ આરોપીને લીગલ નોટીસ આપેલ. તેમ છતા નાણા પરત ન કરતા કોર્ટમાં નેગોશીયેબલ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ હેઠળ કેસ દાખલ કરેલ. જે કેસ ચાલી જતા આરોપી દેવાભાઈ ધમણભાઈ જીલડીયાને ધી નેગોશીયેબલ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટની કલમ-૧૩૮ હેઠળના ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો અદાલતે હુકમ કરેલ હતો. આ કેસમાં આરોપી વતી રાજકોટના એડવોકેટ હેતલ એમ. અપારનાથી તથા જુનાગઢના જય પી. રાવલ રોકાયેલ હતા.

(2:30 PM IST)