<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

મોરબીના વેપારીના આપઘાત કેસમાં બે આરોપીના શરતી જામીન મંજૂર

 

રાજકોટ તા ૧૨: મોરબીમાં વેપારીને મરવા મજબુર કરવાના કેસમાં વ્‍યાજવટાવના ગુનામાં જેલ હવાલે રહેલા બે આરોપીને કોર્ટે શરતોને આધીન જામીન મુક્‍ત કરતો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ મોરબીમાં રહેતા વેપારી નીલેશભાઈ હરેશભાઈ મકવાણાએ વ્‍યાજખોરના ત્રાસથી કંટાળી હીતેશ માર્કેટીંગની ઓફીસમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જે અંગે નીલેશભાઈ મકવાણાના નાના ભાઈ જીગ્નેશભાઈ હરેશભાઈ મકવાણાએ તા.૧૧/૪/૨૫ ના રોજ  મોરબી બી. ડિવિઝન પોલીસ મથકમાં ૧૧ શખ્‍સો સામે સ્‍યુસાઈડ નોટના આધારે બી.એન.એસ.ની કલમ ૧૦૮ અને ગુજરાત નાણા ધીરધારની કલમ ૪૦, ૪૨ હેઠળ ફરીયાદ નોંધાવી હતી. જે કેસમાં ઝડપાયેલા ભગીરથસિંહ જનકસિંહ જાડેજા અને  હીતેન્‍દ્રસિંહ રાજેન્‍દ્રસિંહ જાડેજાએ જેલ મુક્‍ત થવા  પોતાના વકીલ મારફત મોરબી સેશન્‍સ કોર્ટમાં રેગ્‍યુલર જામીન અરજી દાખલ કરી હતી. જે  જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્‍ચ અદાલતના ચુકાદાઓ ધ્‍યાને લઇ સેશન્‍સ જજ મીતલકુમાર રસીકભાઈ નાદપરાએ બંન્ને આરોપીઓને રૂા.૫૦ હજારના શરતી જામીન પર મુકત કરવા હુકમ કર્યો છે.

આ કેસમાં આરોપીઓ વતી વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) અને મેનાઝ એ. ૫૨માર રોકાયા હતા.

(2:55 PM IST)