તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th July 2025
ખાદ્યતેલોની આયાત ઉપર પ્રતિબંધ મુકવાના કૃષિમંત્રીના નિવેદનને આવકારતું તેલિબિયા સંગઠન
ખાદ્યતેલ ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બને એ જરૂરી છે

રાજકોટઃ તા. ૧ર, ગુજરાત ખાદ્યતેલ અને તેલીબીયા સંગઠન કેન્દ્રિય કૃષિમંત્રીશ્રી શિવરાજ સિહજી ચૌહાણના તાજેતર ના નિવેદન કે જેમાં તેમણે ખાદ્યતેલોની આયાત પર પ્રતિબંધ મુકવો જોઈએ તેમ જણાવેલ તેને દિલથી બિરદાવે છે.જયારથી આપણા દેશમાં ખાદ્યતેલ ની આયાત ઓપન જનરલ લાઇસન્સની કેટેગરી માં મુકવામાં આવી છે ત્યારથી આપણા દેશમાં ખાદ્યતેલની જે ખાધ છે તેનાથી દ્યણી વધારે માત્રામાં આયાત થઇ રહી છે. તેથી અમારૂ એસોસીએશન આ આયાત પર જથ્થાત્મક નિયંત્રણ મુકવાની રજુઆતો દ્યણા લાંબા સમયથી કરતુ આવે છે. જેને કારણે આપણા ઘરેલું ખેડૂતો તથા ઉદ્યોગોને ઘણું સહન કરવું પડે છે.
ખાદ્યતેલોની અનિયંત્રિત આયાત ને કારણે તમામ પ્રકારના તેલોના ભાવો અકુદરતી નીચા રહે છે, જેને કારણે આપણા દેશમાં ખાદ્યતેલનો વપરાશ ખુબ ઝડપે વધી રહ્યો છે. થોડાજ સમય પહેલા આપણો વાર્ષિક માથાદીઠ ખાદ્યતેલ વપરાશ ૧૧ કિલો નો હતો તે અત્યારે વધીને ૨૦ કિલોથી વધુ નો થઇ ગયો છે અને ઘણા વિવેચકોનું માનવું છે કે થોડાજ સમયમાં આ વપરાશ ૨૫ કિલો જેટલો થઇ જશે. ખાદ્યતેલોનો આ વપરાશ વધરો ઘરગથ્થુ ઉપયોગમાં નથી વધ્યો પરંતુ બજારૂ તૈયાર ફરસાણ અને નમકીનના પેકેટ્સ ના વધુ વપરાશને કારણે વધ્યો છે. આવા ફરસાણ ના પેકેટ્સ માં ખાંડ અને મીઠા નો ભરપુર સમાવેશ તેમાં saturated fats નું પ્રમાણ વધારે છે ને જન આરોગ્ય માટે ખુબજ નુકશાનકારક છે. વળી આ તૈયાર ફરસાણ પેકેટ્સ પામોલીન તેલમાંથી બને છે જેમાં Transfats નું પ્રમાણ ઉચું હોય હૃદય માટે ખુબજ હાનીકારક છે. તેની સામે આપણા ઘરેલું ખાદ્યતેલો જેવાકે મગફળીનું તેલ, તલતેલ, રાઈનું અથવા સરસવનું તેલ તેમજ કોકોનેટ તેલોમાં ખુબ જ પોષક તત્વો રહેલા છે જે આરોગ્ય માટે ખુબ ફાયદાકારક છે.
તમારા વિચાર મુજબ જો ખાદ્યતેલોની આયાત ઘટાડવા અથવા પ્રતિબંધિત કરવામાં આવે તો ખાદ્યતેલો ના ભાવો માં વધારો જોવા મળી શકે છે. પરંતુ આવા સંજોગો માં જો લોકો બજારૂ packed ફરસાણ અને નમકીન નો વપરાશ ઘટાડે તો તેમના પર કોઈ અતિરિકત બોજ આવે તેમ નથી અને તેમના આરોગ્યમાં સુધારાનો વધારાનો લાભ મળે તેમ છે.
ખૂબજ ઝીણવટ અને ગણતરી ભર્યા પગલા લઇ ખાદ્યતેલની આયાત ક્રમશ ઘટાડી અને છેવટે આ ક્ષેત્રમાં પૂર્ણપણે આત્મનિર્ભર બની ખાદ્યતેલની આયાત સંપુર્ણ પણે બંધ કરવી તે હવે એકદમ શક્ય હકીકત જણાય છે. આપ જેવા અનુભવી નેતા આ દિશામાં ત્વરિક અને ઠોસ પગલા લઇ ખાદ્યતેલની આયાત દ્યટાડવા તરફ ધ્યાન દઈ મહામુલું વિદેશી નાણું બચાવી આપણા દેશને સદ્ધર બનાવશે તેનો અમોને સંપુર્ણ વિશ્વાસ છે. તેમ યાદીના અંતે જણાવાયું છે.
(3:47 PM IST)










