તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th July 2025
રાજકોટના ઘંટેશ્વર ૨૫ વારીયામાં બકાલાના ધંધાર્થી જીતેશભાઇ સોલંકી-દેવીપૂજકને ભત્રીજા સંજયએ છરીના ઘા ઝીંકી પતાવી દીધા
ઘર પાસે રમી રેહલા કાકાના દિકરાને સંજયએ મારકુટ કરી લીધી હોઇ કાકાએ ઠપકો આપતાં તૂટી પડયોઃ ગાંધીગ્રામ પોલીસે મૃતકના પત્નિ કલ્પનાબેન સોલંકીની ફરિયાદ નોંધીઃ સંજય સકંજામાં

રાજકોટઃ શહેરમાં હત્યાની વધુ એક ઘટના બની છે. રૈયાધારમાં થયેલી વૃધ્ધ મનસુખભાઇ ટાંકની હત્યાનો ભેદ હજુ ખુલ્યો છે ત્યાં ઘંટેશ્વર ૨૫ વારીયામાં વધુ એક હત્યા થઇ છે. જામનગર હાઇવે પર ઘંટેશ્વર ૨૫ વારીયામાં જીતેશભાઈ જેસીંગભાઈ સોલંકી (ઉ.વ. ૩૮) નામના દેવીપૂજક યુવાનને તેના ભત્રીજા સંજય સોલંકીએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા ંઅરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવને પગલે ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
જાણવા મળ્યા મમુજબ ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતા અને શાકભાજીનો ધંધો કરતાં જિતેશભાઇ શનીવારે રાત્રે ઘર પાસે હતા ત્યારે તે જ સ્થળે રહેતા તેના ભત્રીજા સંજય સોલંકીએ ઝઘડો કરી તેને છરીના ઘા ઝીંકી દેતા ગંભીર રીતે ઘવાયેલા જીતેશભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેનું મળત્યુ નિપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં એસીપી બી. જે. ચોૈધરી, પીઆઇ આર. એસ. મેઘાણી અને ડી. સ્ટાફની ટીમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. હત્યાનો ભોગ બનનાર જીતેશભાઇને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. જીતેશભાઈનો દિકરો જયરાજ આજે ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે ત્યાં જ રહેતા સંજયએ તેની સાથે માથાકુટ કરી મારકૂટ કરી હતી. ત્યારબાદ રાત્રે જીતેશભાઈ આ મુદ્દે તેના ભત્રીજા સંજયને સમજાવવા જતાં ઉશ્કેરાયેલા સંજયએ તેને છરીના ઘા ઝીંકી દેતા મળત્યુ નિપજ્યું હતું.
પોલીસે હત્યાનો ભોગ બનનાર જીતેશભાઇના પત્નિ કલ્પનાબેન જીતેશભાઇ સોલંકી (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી તેના ભત્રીજા સંજય સોલંકી વિરૂધધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. સંજયએ કાકા જીતેશભાઇને છાતી, વાંસાના ભાગે છરીના બે ઘા ઝીંક્યા હતાં. જે જીવલેણ નીવડયા હતાં. વચ્ચે પડેલા સાહેદ મંજુબેનને ડાબા હાથે ઇજા થઇ હતી. હત્યાની આ ઘટનાએ ઘંટેશ્વર ૨૫ વારીયામાં ચકચાર જગાવી દીધી હતી. પોલીસે આરોપીને ઝડપી લીધો છે.
(12:02 PM IST)










