તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th July 2025
વાડીની ઓરડીમાં ચાલતા જૂગારધામ પીસીબીની ટીમનો દરોડોઃ ૧૦ને પોણો લાખ સાથે પકડયા
રાજકોટ-ભાવનગર હાઇવે પર ઠાકરધણી હોટલ પાછળ સોમનાથ ફાર્મ સામે દરોડો : વિજયભાઇ મેતા, યુવરાજસિંહ, કુલદિપસિંહ જાડેજાની બાતમી પરથી પીએસઆઇ એમ. જે. હુણની ટીમની કાર્યવાહીઃ ગોપાલ સોલંકી માણસો ભેગા કરી રમાડતો હતોઃ પકડાયેલા તમામ રાજકોટના

રાજકોટ તા. ૧૫: ક્રાઇમ બ્રાંચે રાજકોટ-ભાવનગર હાઇવે પર ઠાકરધણી હોટલ પાછળ સોમનાથ ફાર્મની સામે આવેલી વાડીમાં દરોડો પાડી અહિ જ રહી વાડી વાવવાની મજૂરી કરતાં શખ્સ સહિત ૧૦ને તિનપત્તી રમતાં પકડી લઇ રોકડા રૂા. ૭૬૫૦૦ તથા ગંજીપાના કબ્જે લીધા હતાં.
દારૂ-જૂગારના કેસ શોધવા માટે પીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. વિજયભાઇ મેતા તથા કુલદીપસિંહ જાડેજા અને કોન્સ. યુવરાજસિંહને બાતમી મળી હતી કે રાજકોટ-ભાવનગર હાઇવે પર ઠાકરધણી હોટલ પાછળ સોમનાથ ફાર્મ હાઉસ સામેની વાડીની ઓરડીમાં ગોપાલ સોલંકી બહારથી માણસો ભેગા કરી નાલ ઉઘરાવી જૂગારધામ ચલાવે છે. આ બાતમી પરથી દરોડો પાડવામાં આવ્યો હતો.
પોલીસે વાડીની ઓરડીમાંથી વાડી માલિક ગોપાલ સોમાભાઇ સોલંકી (ઉ.વ.૩૯, રહે. વલ્લભભાઇની વાડીમાં, સોમનાથ ફાર્મ સામે) તથા રણછોડ ઘુઘાભાઇ કીહલા (ઉ.વ.૩૨-રહે.અ ાજીડેમ ચોકડી ભારતનગર), જયદિપ પ્રભુભાઇ વાઘેલા (ઉ.વ.૩૦-રહે. ગંજીવાડા મેઇન રોડ શેરી નં. ૮ સામે), હસમુખ હેમુભાઇ પરમાર (ઉ.વ.૩૧-રહે. ગંજીવાડા-૩૬), સંજય સોમાભાઇ ચાવડા (ઉ.વ.૩૫-રહે. ગંજીવાડા-૬૬), વિજય મોહનભાઇ શાપરા (ઉ.વ.૪૦-રહે. ગંજીવાડા-૪૫), તેજસ શૈલેષભાઇ બારૈયા (ઉ.વ.૨૭-રહે. માંડા ડુંગર રાધિકા સોસાયટી-૧), વિપુલ કાનાભાઇ ગોસ્વામી (ઉ.વ.૨૮-રહે. મનહર સોસાયટી-૧), સાગર હેમુભાઇ દેગામા (ઉ.વ.૩૧-રહે. મયુરનગર-૧ રાજમોતી મીલ પાછળ) અને અજય વિરજીભાઇ દેથરીયા (ઉ.વ.૩૨-રહે. આજીડેમ ચોકડી ભારતનગર મેઇન રોડ)ને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રૂા. ૭૬૫૦૦ની રોકડ કબ્જે કરી હતી.
પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ ગોપાલ સોલંકી આ વાડીમાં રહી મજૂરી કરે છે. તેણે બહારથી માણસો ભેગા કરી જૂગાર રમાવડાવનું ચાલુ કર્યુ હતું. ઝડપાયેલા મોટા ભાગના છુટક ડ્રાઇવીંગ અને ઇમિટેશનની મજૂરી કરે છે. પીઆઇ એમ.આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. હુણ, હેડકોનસ. વિજયભાઇ મેતા, કુલદિપસિંહ, યુવરાજસિંહ સહિતની ટીમે આ દરોડો પાડયો હતો.
(2:15 PM IST)










