તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th July 2025
લોહાણા સમાજની નાગપંચમી

અષાઢ માસમાં આવતી વદ પાંચમ એટલે લોહાણા સમાજની નાગપંચમી . આ દિવસે રઘુવંશી પરિવારો ઘરે કે મંદિરમાં જઇ નાગદેવતાની પૂજા કરે છે. ફણગાવેલા મગની પ્રસાદી ધરાવે છે. અબિલ, ગુલાલ, કંકુ, ચોખા, પુષ્પો, નાળીયેર, દુધ, રૂ, કાચી સોપારી જેવી સામગ્રીઓ સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે. બાજરાના લોટ-ઘી માં કુલેર બનાવી જારવામાં આવે છે. તસ્વીરમાં નાગપંચમી નિમિતે પૂજન કરતી બહેનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:25 PM IST)










