તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th July 2025
જાણીતા ટેકસ કન્સલન્ટન્ટ ઉપર આયકરની બીજા દિવસે તપાસ
ફુલછાબ ચોક પાસે આવેલ ખખ્ખરની ઓફીસમાં આઇટી અધિકારીઓની કાર્યવાહી

રાજકોટ, તા., ૧૫ : ગઇકાલથી ગુજરાતના ૧પ સ્થળો ઉપરાંત મહારાષ્ટ્ર, તામીલનાડુ, દિલ્હી, મધ્યપ્રદેશ સહિત ૧પ૦ થી વધુ સ્થળોએ ઇન્કમ ટેકસ વિભાગે રાજકીય પાર્ટીઓને દાન આપનાર તેમજ મસમોટા ખર્ચ કરનાર આસામીઓ ઉપર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બોગસ ટેકસ કલેઇમ સંદર્ભે આ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આવકવેરા વિભાગે નામી બિલ્ડરો, રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા, જવેલર્સ, ઉદ્યોગપતિ અને ટેકસ કન્સલ્ટન્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઉપર તપાસ હાથ ધરી છે. રાજકોટના જાણીતા ટેકસ કન્સલ્ટન્ટની ફુલછાબ ચોક નજીક આવેલી ઓફીસમાં છેલ્લા બે દિવસથી આવક વેરા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે. આવકવેરા વિભાગની ઇન્વેસ્ટીગેશન વીંગના ૮ અધિકારીઓ પોલીસ કાફલાઓ સાથે જાણીતા ટેકસ કન્સલ્ટન્ટની ઉપર તપાસ ચલાવી રહયા છે. આવક વેરા વિભાગના અધિકારીઓએ ટેકસ કલેઇમ ઉપરાંત કેટલાક આઇટી રીટર્ન ફાઇલ તેમજ અન્ય વ્યવહારો ઉપર તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. રાજકોટના ગોંડલ, ધોરાજી, જેતપુર, ઉપલેટા સહિતના સ્થળોએ પણ આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. (૪.૩૨)
(2:50 PM IST)










