તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th July 2025
જાગનાથ પ્લોટના ગંગા એપાર્ટમેન્ટના ફલેટમાંથી વ્હીસ્કી, જીન,રમની બોટલોનો જથ્થો ઝડપાયો
બબલેશકુમાર યાદવની શોધખોળઃ સંતોષભાઇ મોરી, હરદેવસિંહ, રાહુલગીરીની બાતમીઃ ૧.૩૪ લાખનો દારૂ મળ્યો

રાજકોટ તા. ૧૫: શહેરના જાગનાથ પ્લોટ-૧ ગંગા એપાર્ટમેન્ટમાં બીજા માળે ફલેટ નં. ૨૦૧માં રહેતાં શખ્સે ઘરમાં દારૂનો જથ્થો સંગ્રહ કરીને રાખ્યો હોવાની બાતમી મળતાં પીસીબીની ટીમે દરોડો પાડયો હતો. જો કે અહિ રહેતો શખ્સ હાજર નહોતો, પણ ફલેટમાંથી રૂા. ૧,૩૪,૪૦૦નો વ્હીસ્કી, રમ, જીનની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.
પીસીબીની ટીમ દારૂ જૂગારના કેસ શોધવા પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ સંતોષભાઇ મોરી, હરેદવસિંહ રાઠોડ અને રાહુલગીરી ગોસ્વામીને બાતમી મળી હતી કે ગંગા એપાર્ટમેન્ટના ફલેટમાં રહેતો બબલેશકુમાર યાદવ ઘરમાં દારૂ રાખીને બેઠો છે. આને આધારે દરોડો પાડવામાં આવતાં બબલેશ હાજર નહોતો. તેના ઘરમાંથી ઓફિસર ચોઇસની રૂા. ૯૨૪૦૦ની ૮૪ બોટલો, ઓલ્ડ મોન્ક રમની ૧૮,૦૦૦ની ૧૨ અને હાઇસ્પીડ ડ્રાય જીનની ૨૪૦૦૦ની ૬૦ બોટલો મળી આવતાં કબ્જે કરી બબલેશકુમારની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, એએસઆઇ સંતોષભાઇ મોરી, મયુરભાઇ, મહિપાલસિંહ, હરદેવસિંહ, ઘનશ્યામસિંહ ચોૈહાણ, હેડકોન્સ. કિરતસિંહ, કરણભાઇ મારૂ, વિરેન્દ્રસિંહ, હરદેવસિંહ, કુલદિપસિંહ, વિજયભાઇ, રાહુલગીરી, ગિરીરાજસિંહ, યુવરાજસિંહ, દેવરાજભાઇ, વાલજીભાઇ, નગીનભાઇ, હિરેનભાઇ, હિરેન્દ્રસિહ, મનિષાબેન યાદવે આ કામગીરી કરી હતી. (૧૪.૧૦)
(2:51 PM IST)










