તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th July 2025
૭૦ના દાયકાના ચૌધરી હાઇસ્કુલના વિદ્યાર્થીઓનો પુનઃ મિલન સમારોહઃપ૦ વર્ષ પછી ફરી સૌ નિહાળની પાટલીએ બેઠા

રાજકોટઃ સૌરાષ્ટ્ર ગુજરાતમાં સાર્વજનિક જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવી અને નામના પ્રાપ્ત કરેલા અને અત્યારે વયસ્ક નાગરિકોની વ્યાખ્યામાં આવી ચૂકેલા ૭૦ના દાયકાના વિદ્યાર્થીઓએ પોતાના શાળા જીવનના દિવસો યાદ કરી અને ફરીથી આ વડીલો ચૌધરી હાઇસ્કુલમાં જયાં ભણતા'તા તે જ કલાસ રૂમમાં તે જ પાટલીઓ ઉપર બાળ સખાના સ્વરૂપમાં બેસી અને ઉત્સાહ ઉમંગ અને એ જ મસ્તી સાથે જે ગુરૂદેવ પાસે જ ીવનના અનેક પાઠો શીખ્યા અને જે ગુરૂદેવશ્રીઓએ આ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ પાથર્યો છે અને તે પૈકીના ૮૦ વર્ષ વટાવી ચૂકેલ શિક્ષકોનો ઋણ સ્વીકાર કરી તેઓને પૂર્ણ અને ગરિમા પૂર્ણ સન્માન આપ્યું હતું. પ૦ વર્ષ પછી ગુરૂ શિષ્યોના મિલનને આવકારવા માટે ચૌધરી હાઇસ્કુલના ટ્રસ્ટી મંડળે પણ ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે સૌને આવકાર્યા હતા. રાજકોટની પ્રતિષ્ઠિત આદરબાઇ સોરાબજી ચૌધરી હાઇસ્કુલના અવાજ પ૦ વર્ષ પહેલાં અભ્યાસ કરી ચૂકેલા અને આજે રાજનૈતિક, સામાજિક, ઉદ્યોગ ક્ષેત્રમાં, વ્યાપાર ક્ષેત્રમાં, કલા ક્ષેત્ર લઇ અને સૌરાષ્ટ્ર બહાર, ગુજરાત બહાર તેમજ ભારત બહાર વસતા એવા પ૦ વર્ષ પહેલાના ચૌધરી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ એક જ મંચ ઉપર આવી શાળા ઉપર સમયસર પહોંચી પુનઃમિલનનો પ્રેરણાદાયી કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ વિરલ મિલન સમારોહની વિશહેષતા હતી કે આ પુનઃ મિલનમાં એક જ વર્ષમાં એક જ કલાસમાં અને એક જ ડિવિઝનમાં સાથે ભણતા વિદ્યાર્થીઓને એકત્ર કરવામાં આવ્યા હતા. સૌ. યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ અને ચૌધરી હાઇસ્કૂલના વિદ્યાર્થી સર્વશ્રી કલ્પક ત્રિવેદી, શૈલેષ જોષી, હિમાંશુ ચિનોય, અશોક કુંડલીયા, પ્રકાશ પોપટ, નિતીન ચોકસી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રોફેસર કમલેશ જોશીપુરા, શિરીષભાઇ મકડ, દિપક કોઠારી, દીપક મહેતા, પ્રવીણ સોલંકી, અનિલ રાઠોડ, સુનિલભાઇ ધર્માણી, વગેરેની ટીમે છેલ્લા ત્રણ મહિનાથી સતત પ્રયત્નો કરી અને જે તે શહેરોમાં સ્થાયી થયેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શોધ્યા હતા. ચૌધરી હાઇસ્કૂલના વર્તમાન પ્રિન્સિપાલ શ્રી વસોયાએ આ સર્વેને આવકારી અને જણાવ્યું હતું કે આ ચૌધરી હાઇસ્કુલના આંગણે અનેરો પ્રસંગ છે, આવો પ્રેરણાદાયી અને મંગલકારી કાર્યક્રમ ચૌધરી હાઇસ્કુલને આંગણે આયોજિત થઇ રહ્યો છે તેનાથી સંસ્થા ગૌરવની લાગણી અનુભવે છે. જાણીતા ભાગવત કથાકાર અને ચૌધરી હાઇસ્કૂલના શિક્ષક શ્રી પુરોહિતે પણ સંસ્મરણો વાગોળ્યા હતા. આ પ્રસંગે શિક્ષકો સર્વશ્રી રાદડિયા, રાજ વૈદ્ય, શ્રી મોદી, શ્રી ચૌહાણ, શ્રી પંડયા, શ્રી પઢીયાર, શ્રીમતી હંસાબેન સહિતના વયોવૃદ્ધ વડીલ શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અનોખા મિલન સમારોહ તે રાજકોટ કેળવણી મંડળના મુખ્ય ટ્રસ્ટી શ્રી નવીનભાઇ ઠકકરે ખાસ સર્વે જુના વિદ્યાર્થીઓને આવકારવા માટે સ્કૂલનો વાતાનુંકુલીત ઓડિટોરિયમ માટે ખાસ વ્યવસ્થાની ઓફર કરી હતી પરંતુ આ પ૦ વર્ષ પહેલાંના વિદ્યાર્થીઓને વર્તમાનના વયસ્ક નાગરિકોએ પોતાના જુના કલાસ રૂમમાં બાંકડાઓ ઉપર જ બેસવા માટે આગ્રહ રાખ્યો હતો અને એ જ બાંકડાઓ ઉપર જયારે ગુરૂજનો આવ્યા ત્યારે પાટલીઓ થપ થપાવી અને ગુરૂજનોને આવકાર આપ્યો હતો અને ગુરૂજનો પણ આ સમયે ગદગદ થઇ ગયા હતા. ચૌધરી હાઇસ્કૂલમાં ભણતા તે સમયના વિદ્યાર્થીઓએ એટલે કે વર્તમાન અગ્રણી નાગરિકોએ ચૌધરી હાઇસ્કૂલના આ કાર્યક્રમ માટે પુનઃ મિલનના સિમ્બોલ સાથે આકર્ષક ગણવેશ તૈયાર કર્યો હતો અને જીન્સના પેન્ટ અને ટીશર્ટમાં સજજ આ સર્વે તે સમયના વિદ્યાર્થીઓએ ચૌધરી હાઇસ્કૂલના વર્તમાન વિદ્યાર્થીઓને મળી અને સરસ મજાનું દ્રશ્ય ખડું કર્યું હતું. આ પ્રસંગે સર્વશ્રી અનિલભાઇ સનીヘરા, વિપુલભાઇ ઉપાધ્યાય, સતિષભાઇ કોટેચા, હેમંત પટેલ, મિહિરભાઇ દવે, પંકજભાઇ ચગ, રણજીતભાઇ પરમાર, હિતેશ જોશી, રાજેશભાઇ પરમાર, ભરતભાઇ મહેતા, મીઠાણીભાઇ, વડોદરા ખાતે આદિવાસી વિસ્તારમાં ખૂબ જ કાર્યરત એવા શ્રી સ્નેહલભાઇ દેસાઇ, અશોક માકડ વગેરે ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદ્યોગપતિ અને નિકાસકાર એસ. કે. જોશીએ કર્યું હતું. (૭.ર૭)
(3:13 PM IST)










