News of Tuesday, 15th July 2025
ડો.ગણાત્રા હોસ્પિટલનું નવીનીકરણઃ રૂમેટોલોજી, ડેન્ટલ વિભાગ શરૂ

રાજકોટઃ શહેરમાં ઢેબર રોડ ઉપર બસ સ્ટેશનની સામે ૧૯૮૧ થી આરોગ્ય ક્ષેત્રે કાર્યરત ડો.અંકિત ગણાત્રાની હોસ્પિટલનું નવીનીકરણ કરવામાં આવ્યું છે જેમા અધ્યતન ટેકનોલોજી સભર રૂમેટોલોજી તથા ડેન્ટલ વિભાગને લોકોની સેવામાં ખુલ્લો મુકતા ડો.અંકિત ગણાત્રાએ જણાવ્યું હતુ કે અમારે ત્યાં સાંધા, સ્નાયુ અને વા ને લગતી બિમારીઓનું સચોટ નિંદાન અને સારવાર કરવામાં આવે છે તેમજ વાંકા ચુંકા અને આગળ પડતા દાંતના તમામ રોગોની સારવાર પણ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત હોસ્પિટલમાં હૃદય, ફેફસા અને ડાયાબિટીસ જેવી જટીલ બિમારીઓની સચોટ સારવાર કરવામાં આવે છે. આધુનિક ડેન્ટલ અને કોસ્મેટીક વિભાગ તેમજ ફાર્મસી અને લેબોરેટરી સેવાઓ પણ ઉપલબ્ધ હોવાનું યાદીમાં જણાવે છે. ૪૫ વર્ષ થી લોકોની સેવા પ્રદાન આપતા હોવાનું જણાવાયું છે. ગણાત્રા હોસ્પિટલમાં ડો.એલ. પી. ગણાત્રાના માર્ગદર્શન હેઠળ ડો.અંકિત ગણાત્રા, ડો.અપેક્ષા ગણાત્રા અને ડો.વિશાલ પરીખ સેવા આપી રહ્યા છે.(
(3:13 PM IST)










