તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th July 2025
રામનાથપરા નદી પાસે શાયર, પ્રતાપે પૈસા માંગી બાલાને ધોકાવાળી કરી
કાચના છરકા પણ કર્યાઃ યુવાન સારવાર માટે દાખલ

રાજકોટ તા. ૧૫: કુબલીયાપરા-૪માં રહેતાં અને છુટક મજૂરી કરતાં બાલા કાળુભાઇ ધાંધલપરીયા (ઉ.વ.૨૫) નામના યુવાન પર રામનાથપરા નદી પાસે હતો ત્યારે શાયર અને પ્રતાપે ધોકાથી હુમલો કરી માર મારી કાચથી છરકા કરી ઇજા પહોંચાડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી. બાલાના કહેવા મુજબ પોતે ચાલીને જતો હતો ત્યારે આ બંનેએ ઉભો ખારી પૈસા માંગતા ન દેતાં હુમલો થયો હતો. થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
(3:44 PM IST)










