<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

રાત્રે રાજનગર ચોક પાસે મેઘમાયાનગરમાં રોહિત વોરાએ જાતે ગળામાં કટર ફેરવી આત્મહત્યા કરી

માલવિયાનગર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો : આત્મહત્યાનું કારણ અકબંધ

રાજકોટ : આજે રાત્રે રાજકોટ શહેરના રાજનગર ચોક પાસે આવેલ મેઘમાયાનગરમાં રોહિત પ્રકાશભાઈ વોરા નામનાં (ઉં.વ.23) યુવકે જાતે ગળામાં કટર ફેરવી આત્મહત્યા કરી લેતા ચકચાર જાગી છે, ઘટનાની જાણ થતા માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસ હાથ ધરી છે, રાત્રે 23 વર્ષના યુવાનની આત્મહત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી  માલવિયાનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે 

(12:07 AM IST)