તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
સારી નોકરી ન મળતાં કટરથી ગળુ કાપી ૨૩ વર્ષના યુવાન રોહિતે મોત મેળવી લીધું
ચિઠ્ઠીમાં લખ્યું-આમાં કોઇનો વાંક નથી, ગ્રેજન્યુએટ કર્યા પછી પણ નોકરી ન મળતાં આ પગલુ ભરુ છું: નાના મવા રોડ મેઘમાયાનગરમાં બનાવઃ બે ભાઇમાં મોટો પરિવારનો આધાર હતોઃ સ્વજનોમાં શોકની કાલીમા

તસ્વીરમાં આપઘાત કરનાર રોહિત વોરાનો ફાઇલ ફોટો અને ઘટના સ્થળ જોઇ શકાય છે (ફોટોઃ અભીજીત બગથરીયા)
રાજકોટ તા. ૧૬: નાના મવા રોડ પર મેઘમાયાનગર-૫માં રહેતાં રોહિત પ્રકાશભાઇ વોરા (ઉ.વ.૨૩) નામના યુવાને સાંજે પોતાના ઘરમાં પોતાના ગળા પર ઇલેક્ટ્રીક કટર ફેરવી ગળુ કાપી લઇ આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.બનાવની જાબણ ૧૦૮ના ઇએમટી કરીશ્માબેન બ્લોચે કરતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ બી. એચ. પરમારે જાણ કરતાં માલવીયાનગરના એએસઆઇ કેતનભાઇ બી. શેખલીયા સહિતે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર રોહિત બે ભાઇમાં મોટો હતો. તેનો નાનો ભાઇ અભ્યાસ કરે છે. જ્યારે પિતા એલઆઇસી એજન્ટ તરીકે કામ કરે છે. રોહિતે ગ્રેજ્યુએશન પુરૂ કરી લીધા પછી પણ તેને સારી નોકરી મળતી ન હોઇ હાલ તે બેકાર હતો. આ કારણે કટાળી જઇ તેણે પોતાના જ ગળા પર કટર ફેરવીને આપઘાત કરી લીધો હતો.
રોહિતે આપઘાત પુર્વે એક ચિઠ્ઠી લખી હતી જેમાં તેણે લખ્યું છે કે આમાં કોઈનો વાંક નથી, મેં ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કર્યો પણ નોકરી ન મળી એટલે આ પગલું ભરૂં છું રોહિતે ગ્રેજ્યુએટ કર્યું પણ કોઈ કામ મળતું ન હોવાથી આ પગલું. ભરી લીધાનું જાણવા મળ્યું છે. બે ભાઈઓમાં મોટો અને અપરણિત હતો. આશાસ્પદ અને યુવાન દિકરાના મૃત્યુથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. આસપાસના રહેવાસીઓમાં પણ અરેરાટી વ્યાપી ગઇ હતી. (૧૪.૫)
(10:54 AM IST)










