<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

અંતે શિક્ષણ વિભાગે સૌરાષ્‍ટ્ર ઝોનના FRC ચેરમેનની નિમણૂક કરીઃ કોંગ્રેસના વિરોધ બાદ સરકારે લીધેલો નિર્ણય

સૌરાષ્‍ટ્ર ઝોનમાં ખાનગી શાળાઓની ફી નિયંત્રણ અંગે ભારે સમયથી અટવાયેલ પ્રક્રિયામાં અંતે પ્રગતિઃ ગઈકાલે રાત્રે ગુજરાત સરકારે નિવૃત્ત જજ શ્રી એન.બી. પીઠવાની સૌરાષ્‍ટ્ર ઝોનના ચેરમેન તરીકે નિયુક્‍તિ જાહેર કરી છે

રાજકોટ, તા. ૧૬: કોંગ્રેસના યુવા નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઝોનલ પ્રવક્‍તા રોહિતસિંહ રાજપૂતની આગેવાનીમાં ત્રણ દિવસ  પહેલા રાજકોટ સ્‍થિત FRC કચેરીએ ‘પ્રતિકાત્‍મક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત પદ ખાલી રહેવાના કારણે મરણ પામેલી ફી નિર્ધારણ કરવાની પ્રક્રિયાથી સ્‍કૂલોની બેફામ ફી વસૂલી રહી હતી તે અંગે શિક્ષણ વિભાગને નિંદ્રામાંથી જગાડવાનો એક ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્‍યો હતો. ખૂબજ શાંતિપૂર્ણ અને સર્જનાત્‍મક રીતે યોજાયેલા આ કાર્યક્રમને વાલીઓ અને શિક્ષણપ્રેમીઓ તરફથી વિશાળ સમર્થન મળ્‍યું હતું અને સરકારના શિક્ષણવિભાગે ગંભીર નોંધ લઈને આ બાબતે તાકીદે નિર્ણય લેવા માટે આદેશ આપ્‍યો હતો.

રોહિતસિંહ રાજપુતે જણાવ્‍યુ હતુ કે કોંગ્રેસ પક્ષ સરકારના નિર્ણયનું સ્‍વાગત કરે છે પરંતુ આ સાથે જ એ ચેતવણી પણ આપે છે કે ફક્‍ત નિમણૂક પૂરતી નથી પરંતુ સમયમર્યાદામાં કામગીરી શરૂ થાય અને વાલીઓની ફી સંબંધિત ફરિયાદોને પ્રાથમિકતા આપી ન્‍યાય મળે એ પણ તાત્‍કાલિક જરૂરી છે. જ્‍ય્‍ઘ્‍ કચેરી ફરીથી સક્રિય બનીને  સ્‍કૂલોની ફી નક્કી કરવાની અરજીઓની પારદર્શકતાથી ચકાસણી કરીને વાલીઓને રાહતરૂપ કામગીરી કરવા અમે અપેક્ષા રાખી છીએ.

(1:33 PM IST)