<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

કોઠારીયા રોડ પર રહેતો ૨૫ વર્ષનો શખ્‍સ માધાપર ચોકડી પાસેથી ૧૬ વર્ષની સાળીને ભગાડી ગયો

ઘરમેળે દિવસો સુધી શોધખોળ બાદ બાળાની માતાએ જમાઇ વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવતાં ગાંધીગ્રામ પોલીસ દ્વારા તપાસઃ શખ્‍સ સાથે પોતાની નાનકડી દિકરીને પણ લઇ ગયો

રાજકોટ તા. ૧૬: શહેરના કોઠારીયા રોડ વિસ્‍તારમાં રહેતો અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો ૨૫ વર્ષનો શખ્‍સ જામનગર રોડ વિસ્‍તારમાં રહેતી પોતાની ૧૬ વર્ષની સાળીને માધાપર ચોકડી આસપાસથી ભગાડી જતાં અને સાથે આ શખ્‍સ પોતાની નાનકડી દિકરીને પણ લઇ જતાં પોલીસે તપાસ શરૂ કરી છે. આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે અપહૃત  સગીરાના માતાની ફરિયાદ પરથી કોઠારીયા રોડ હુડકો ચોકડી આશાપુરા શેરી-૩માં રહેતાં સગીરાના બનેવી વિરૂધ્‍ધ અપહરણનો ગુનો નોંધ્‍યો છે.

મહિલાએ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનની હદમાં રહુ છું. મારે ચાર સંતાન છે. જેમાં સોળ ર્વાની એક દિકરી છે. મને બ્‍લડપ્રેશરની બિમારી હોઇ જેથી હું અને મારી સોળ વર્ષની દિકરી અવાર-નવાર માધાપર ચોકડી ઓવરબ્રીજ નીચે પેટ્રોલ પંપ પાસે હવા ઉજાસ માટે બેસવા જતાં હતાં. રોજીંદા ક્રમ મુજબ ગત ૨૧/૫/૨૫ના બપોરે બારેક વાગ્‍યે અમે બંને માધાપર ચોકડીએ બેઠા હતાં ત્‍યારે બપોરે બે વાગ્‍યે મારી દિકરીએ કહેલુ કે મારે ચપ્‍પલ લેવા છે મને રૂા. ૨૦૦ આપો.

જેથી મેં તેને રૂા. ૨૦૦ આપતાં તે માધાપર ચોકડીથી કોઇ જગ્‍યાએ ચપ્‍પલ લેવા જવા નીકળી હતી. તે ક્‍યાં જાય છે તેની વાત કરી નહોતી. થોડીવાર પછી મારી દિકરી ન આવતાં હું માધાપર ચોકડી, જામનગર રોડ બજરંગવાડી સર્કલ પાસે તેમજ હોસ્‍પિટલ ચોક સુધી તેણીને શોધવા માટે ગઇ હતી. પરંતુ તે મળી નહોતી. સાંજનો સમય થઇ ગયો છતાં દિકરી ન મળતાં હું ઘરે આવી ગઇ હતી. ત્‍યારબાદ મારા પતિ અને દિકરો આવતાં મેં તેને વાત કરી હતી કે દિકરી ચપ્‍પલ લેવા જવાનું કહીને માધાપર ચોકડીએથી નીકળી ગયા પછી મળી નથી.

દરમિયાન અમે ઘરે હતાં ત્‍યાં મારી મોટી દિકરીનો મને ફોન આવેલ કે મારો પતિ દિકરીને લઇ બપોરે અઢી આસપાસ ઘરેથી નીકળી ગયો છે અને પરત આવ્‍યો નથી. જેથી મેં તેણીને કહેલુ કે તારી નાની બહેન માધાપર ચોકડીએથી ચપ્‍પલ લેવા જવાનું કહીને નીકળી ગઇ છે અને મળતી નથી. મારી મોટી દિકરીને અગાઉ સુવાવડ આવી ત્‍યારે મારી આ નાની દિકરી ત્‍યાં રોકાવા અને ભાણેજને રમાડવા ગઇ હતી. ત્‍યારે આરા જમાઇ સાથે તેણી હસી મજાકથી વાત કરતી હતી. આ પછી આજથી વીસેક દિવસ પહેલા મારી મોટી દિકરીએ મારી નાની દિકરીને જીજાજી સાથે કોઇ સંબંધ ન રાખવા ઠપકો આપ્‍યો હતો અને પરત અમારા ઘરે મોકલી દીધી હતી.

દરમિયાન મારો જમાઇ મારી નાની દિકરી અને દોહિત્રીને લઇ ગૂમ થયો છે. અમે આજ સુધી અમારી રીતે શોધખોળ કરી હતી. પરંતુ જમાઇ, દિકરી કે દોહિત્રનો કોઇ પત્તો મળ્‍યો નથી. અમારો જમાઇ મારી સોળ વર્ષની દિકરીનું અપહરણ કરી ગયો છે અને સાણે તાોની નાનકડી દિકરીને પણ લઇ ગયો છે. જેથી અમારે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં ફરિયાદી મહિલાએ જણાવતાં પીઆઇ આર. એસ. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. વારોતરીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (

(3:59 PM IST)