તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
રાજકોટ જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ હિતેશ વોરાનો આજે સાંજે પદગ્રહણ સમારોહ

રાજકોટઃ નવનિયુક્ત રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ હિતેશ વોરાનો પદગ્રહણ સમારોહ નાગર ર્બોડિંગ ખાતે આજે સાંજે ૪ વાગ્યાથી યોજાનાર છે.
રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે વિધિવત રીતે પૂર્વ પ્રમુખ લલિતભાઈ વસોયા પાસેથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો ચાર્જ લેશે.
આ પદગ્રહણ સમારોહ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અમિત ચાવડા, પરેશ ધાનાણી, લલિત કગથરા અને ઋત્વિક મકવાણાજી ઉપસ્થિત રહેશે. જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ શ્રેણી હોદેદારો, આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહેશે તેમ જણાવાયું છે
(2:27 PM IST)










