<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

વીજ તંત્ર-બહુમાળી-RMC સહિતની અર્ધો ડઝન સરકારી કચેરીના કર્મચારીઓને નોટીસો ફટકારતા ૩ મામલતદારો

કૂલ ૧પ૦ કર્મચારીઓ BLO તરીકે હાજર નહીં થતા કાર્યવાહીઃ હવે હાજર નહિં થાય તો વોરંટ કઢાશે

 

રાજકોટ તા. ૧૬: રાજકોટ જીલ્લા ચૂંટણી શહેર સહિત જિલ્લામાં મતદાર યાદીની તંત્રે તાજેતરમાં બુથ લેવલ ઓફિસર   (BLO)ની નિમણુંક કરી હતી, પરંતુ જે તે સ્‍થળે હાજર નહિં થનાર ૧પ૦ બીએલઓને પヘમિ, પૂર્વ અને દક્ષિણ મામતલદારોએ નોટીસો ફટકારતા આ તમામ સરકારી કર્મચારીઓને દોડધામ થઇ પડી છે.

આ કચેરીમાં પીજીવીસીએલ, બહુમાળી ભવન, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, સિંચાઇ વિભાગના કર્મચારીઓનો સમાવેશ થાય છે.

૧પ૦ બીએલઓ સામે નોટિસ ઇસ્‍યું છે. આમ છતાં હાજર નહીં થાય તો તમામ બીએલઓ સામે વોરંટ કાઢવામાં આવશે. તેમ મામલતદાર અધીકારીઓએ ઉમેર્યું હતું. (૭.ર૯)

(2:40 PM IST)