તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
રાજકોટના બન્ને રેલ્વે સ્ટેશનના ખુલ્લામાં પાર્કીંગથી વાહનોને પહોંચતુ નુકશાન
જગ્યાને ઉપરથી થોડી ઢંકાવવા ડી.આર.એમ.ને રજુઆત

રાજકોટ તા. ૧૬ : શહેર કોંગ્રેસ મીડિયા સેલના પ્રમુખ જીજ્ઞેશ વાગડીયાએ રાજકોટ જિલ્લાના રેલ્વે અધિકારી ડી.આર.એમ.ને આવેદનપત્ર પાઠવી રાજકોટ ભક્તિનગર તથા જંકશન રેલ્વે સ્ટેશને ખુલલામાં પાર્કીંગ વ્યવસ્થા છે તેને વાહનોની સુરક્ષા માટે જગ્યા ઉપરથી ઢાંકીને કવર કરવા રજુઆત કરી છે. રજુઆતમાં જણાવ્યુ છે કે રેલ્વેના પાર્કીંગમાં વાહનો ખુલ્લામાં પડયા રહેતા હોય ઉનાળામાં તડકામાં અને ચોમાસામાં વરસાદથી નુકશાન પહોંચે છે. જેથી પાર્કીંગની જગ્યાને ઉપરથી ઢાંકી વાહનોને સુરક્ષિત કરવામાં આવે તેવી રજુઆત જીજ્ઞેશ વાગડીયા (મો.૯૭૨૩૩ ૯૦૯૦૯), જલ્પેશ કલોલા, પ્રતિમાબેન વ્યાસ, મિલનભાઇ સોનીએ કરી છે.
(3:00 PM IST)










