તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
કેસોનો ભરાવો ઓછો કરવા આજે અને કાલે થઇને કલેકટરને બોર્ડમાં ૮૦ કેસો મુકાશે
પુરવઠાના ૧૦ કેસો અંગે બપોર બાદ સુનાવણી હાથ પર લેવાશે

રાજકોટ, તા. ૧૬: જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા મહેસૂલ વિભાગના ૬૦૦ જેટલા પેન્ડિંગ કેસોનો ઝડપી નિકાલ કરવા માટે અઠવાડિયામાં બે દિવસનું ખાસ બોર્ડ શરૂ કરવામાં આવ્યું છે. આજે બપોર બાદ ૪૦ કેસોની સુનાવણી હાથ ધરવામાં આવશે, જ્યારે આવતીકાલે બપોર બાદ ૩૦ કેસોની સુનાવણી થશે. આ ઉપરાંત, કલેક્ટરે પુરવઠા વિભાગના ૧૦ જેટલા કેસોને પણ હાથ પર લીધા હોવાનું જાણવા મળ્યું છે.
કલેક્ટર દ્વારા હાથ પર લેવાયેલા ૧૦ કેસોમાં કેટલાક કેસો વિવાદિત દુકાનદારોના હોવાનું પુરવઠા વિભાગના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું.(
(3:20 PM IST)










