<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

કારની સીટોના ચોરખાનામાં છુપાવાયેલા વ્‍હીસ્‍કીના ૧.૯૩ લાખના ૩૭૭ ચપલા જપ્‍ત

પીસીબીના સ્‍ટાફે સરધાર પાસે આંતરી રૈયાના કેરેલા પાર્ક શ્રી પેલેસના જયદિપ ભીમાણીને દબોચ્‍યોઃ દારૂ, કાર મળી ૮.૯૩ લાખનો મુદ્દામાલ કબ્‍જે : એએસઆઇ ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાણાની બાતમી

 

 

રાજકોટ તા. ૧૬: શહેર પીસીબીની ટીમે સરધાર રાજકોટ હાઇવે પર કારમાં દારૂનો જથ્‍થો લઇને નીકળેલા શખ્‍સને પકડી લીધો હતો. પોલીસે ૧,૯૩,૭૩૨નો દારૂ અને હેકઝા કાર મળી ૮,૯૩,૭૩૨નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. આ કારમાં આગળ પાછળની સીટોમાં બનાવાયેલા ચોરખાનાઓમાં ૧૮૦ એમએલ દારૂના ૩૭૭ ચપલા છુપાવાયા હતા.

પીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. હરદેવસિંહ રાણા, એએસઆઇ મહિપાલસિંહ ઝાલા, એએઅસાઇ ઘનશ્‍યામસિંહ ચોૈહાણની બાતમી પરથી સરધારથી રાજકોટ તરફ આવતી કાર જીજે૦૬-૯૪૦૦નેસરાર આઉટપોસ્‍ટ ચેક પોસ્‍ટ નજીક આંતરી લેવાઇ હતી. તેના ચાલકની પુછતાછ કરતાં પોતાનું નામ જયદિપ ખીમજીભાઇ ભીમાણી (ઉ.વ.૩૬-રહે. શ્રી પેલેસ ફલેટ નં. ૫૦૧, કેરેલા પાર્ક રૈયા ગામ) જણાવ્‍યું હતું. કારની અંદર તપાસ કરતાં ડ્રાઇવર સીટ અને તેની બાજુની તથા પાછળની સીટ નીચે ચોરખાના બનાવીને છુપાવી રખાયેલા વિદેશી દારૂના ૧૮૦ એમએલના ચપલા મળી આવ્‍યા હતા.

અલગ અલગ ખાનાઓમાંથી માસ્‍ટર બ્‍લેન્‍ડર સીગ્નેચર, રોયલ ચેલેન્‍જ, સ્‍મીર્નઓફ વોડકા, બ્‍લેન્‍ડર્સ પ્રાઇડ બ્રાન્‍ડના અલગ અલગ રૂા. ૧,૯૩,૭૩૨ના ૩૭૭ ચપલા મળી આવતાં તે કબ્‍જે કરી જયદિપની ધરપકડ કરી હતી. પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણની રાહબરીમાં આ કામગીરી કરવામાં આવી હતી. (૧૪.૧૨)

 

(3:01 PM IST)