News of Wednesday, 16th July 2025
પુજીત રૂપાણી ટ્રસ્ટની જ્ઞાન પ્રબોધીની વિદ્યાર્થીની ચાર્મી ધીયાડ સી.એ.માં ઉતીર્ણ

રાજકોટ, તા., ૧૬: તાજેતરમાં જાહેર થયેલ સી.એ.ના પરિણામમાં પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટની વિદ્યાર્થીની ચાર્મી જગદીશભાઈ ઘીયાડ ઉત્તીર્ણ થઈને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનતા ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈરહી છે.
ભણવામાં હોશિયાર પરંતુ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા લઈ આ પ્રોજેક્ટમાં પસંદગી કરવામાં આવે છે. આવી જ વિદ્યાર્થીની ચાર્મી ઘીયાડ ૨૦૧૫માં આ જ્ઞાનપ્રબોધીની પ્રોજેક્ટ અંતર્ગત પ્રવેશ મેળવવામાં સફળ થઈ હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ ૮ થી ૧૨ સુધીની તમામ શૈક્ષણિક જવાબદારી ટ્રસ્ટ દ્વારા વહન કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ સારી કોલેજમાં પ્રવેશ મેળવવામાં પણ મદદરૂપ થયેલ.
કુ. ચાર્મીના ઉત્કળષ્ટ પરિણામથી તેના માતાપિતા પણ આનંદિત થયા હતા અને ટ્રસ્ટી શ્રીમતિ અંજલીબેન રૂપાણી તથા ટ્રસ્ટ પરિવારનો અંતઃકરણથી આભાર માનેલ. તેમજ આજરોજ ઘિયાડ ચાર્મીએ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીમતી અંજલિબેન રૂપાણીને રૂબરૂ મળી તેમના આશિર્વાદ અને ભવિષ્ય માટેની શુભકામનાઓ મેળવી હતી.
કુ. ચાર્મી સી.એ. બનતા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૂપાણી, મહેશભાઈ ભટ્ટ, ડો.મેહુલભાઈ રૂપાણી, તથા કમિટી મેમ્બર્સ થી જયેશભાઈ ભટ્ટ, હિંમતભાઈ માલવિયા, હસુભાઈ ગણાત્રા, ગીતાબેન તન્ના, મીરાબેન મહેતા, ભારતીબેન બારોટ, રાજુભાઈ શેઠ તથા વહીવટી અધિકારી શ્રી ભાવેનભાઈ ભટ્ટ વગેરેએ અભિનંદન પાઠવ્યા હતા.
(3:04 PM IST)










