તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
વીરાણી હાઈસ્કૂલની અબજોની જમીન મામલે હાઈકોર્ટે હાલ સ્ટેટસ્કવો આપ્યોઃ સરકારે AGPની નિમણૂંક કરી
શરતભંગનો કેસ સ્ટેટસ્કવો હોમ કઈ રીતે ચલાવવો તે અંગે ડીજીપીનું માર્ગદર્શન મંગાવ્યું

રાજકોટ, તા.૧૬: રાજકોટની જાણીતી વિરાણી સ્કૂલની અબજો રૂપિયાની જમીનના મામલો હાલ હાઈકોર્ટમાં છે, આ કેસમાં હાઈકોર્ટે બે થી ત્રણ વખત સુનાવણી કર્યા બાદ, હાઈકોર્ટેસ્ટેટસ્કવોનો આદેશ આપ્યો છે, જેના પગલે હાલ સુનાવણી અટકી ગઈ છે. રાજકોટ કલેક્ટર કચેરીના અધિકારી સૂત્રોએ જણાવ્યું કે જ્યાં સુધી આ કેસની બીજી સુનાવણી ન થાય, ત્યાં સુધી યથાસ્થિતિ જાળવી રાખવામાં આવશે, દરમ્યાન અધિકારી સૂત્રોએ આપેલી માહિતી મુજબ, કલેક્ટર તંત્ર દ્વારા સરકારને એક પત્ર પાઠવીને આ કેસમાં દલીલો કરવા માટે એડિશનલ ગવર્નમેન્ટ પ્લીડરની નિમણૂક કરવા વિનંતી કરવામાં આવી હતી. આ વિનંતીના સંદર્ભમાં, સરકારે કલેક્ટર તરફથી દલીલો રજૂ કરવા માટે AGPની નિમણૂક કરી દીધી છે. બીજી બાજુ વિરાણી સ્કૂલની જમીન પર હાલ કેટલીક કોમર્શિયલ પ્રવળત્તિઓ ચાલી રહી છે, તેમની સામે શરત ભંગની કાર્યવાહી કરવી કે નહિ અને સ્ટેટસ્કવો હોય, આ કેસને કઈ રીતે આગળ વધારવો તે અંગે ડિરેક્ટર જનરલ ઓફ પ્રોસિકયુશનનું માર્ગદર્શન માંગવામાં આવ્યું હોવાનું પણ અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું.
(3:11 PM IST)










